IPL Final: ધોની રનઆઉટ છે કે નહીં, જુઓ VIDEO, ફેન્સ બોલ્યા- ચીટિંગ કરી....
abpasmita.in | 13 May 2019 02:36 PM (IST)
જોકે થર્ડ અમ્પાયર દ્વારા ધોનીને આઉટ આપવાનો નિર્ણય એટલો સરળ ન હતો. ઘણાં લોકોને આ નિર્ણયથી નિરાશા થઈ હતી.
નવી દિલ્હીઃ આઈપીએલનો અંત રોમાંચક મેચ સાથે આવ્યો હતો. રવિવારે રમાયેલ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સે સીએસકેને એક રને હરાવ્યું હતું. આમ તો મેચમાં અનેક ટર્નિંગ પોઈન્ટ આવ્યા પરંતુ ધોનીના રન આઉટ એવો સમય રહ્યો જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે વાપસી કરી હતી. જોકે થર્ડ અમ્પાયર દ્વારા ધોનીને આઉટ આપવાનો નિર્ણય એટલો સરળ ન હતો. ઘણાં લોકોને આ નિર્ણયથી નિરાશા થઈ હતી. કારણ કે કોઈપણ એંગલથી નિર્ણય કરવો મુશ્કેલ હતો. ઘણાં લોકોનું માનવું હતું કે બેનીફિટ ઓફ ડાઉટ બેટ્સમેનના પક્ષમાં જવું જોઈતું હતું. ધોનીને આઉટ જાહેર કરવા પર ક્રિકેટપ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. આવો નજર કરીએ ધોની કે રીતે થયા રન આઉટ.... ધોનીના આઉટ થવા પર પ્રતિક્રિયા આવતા એક ફેન્સે લખ્યું- ધોનીના સ્ટમ્પિંગની જેમ જ ખૂબ જ નજીકનો નિર્ણય. એક અન્ય યૂઝરે લખ્યું- શું ધોનીએ કોઈ બેટ્સમેનને આઉટ જાહેર કરતાં સમયે પહેલા ક્યારેય આટલો વધારે સમય લીધો છે. આગળ જુઓ અન્ય કેટલીક પ્રતિક્રિયાઓ.....