નવી દિલ્હીઃ મંગળવારે 9મી જુલાઇએ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. અપડેટ છે કે વરસાદના કારણે મેચ ધોવાઇ શકે છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી ઘણી બધી મેચોમાં વરસાદ વિલન બન્યો છે, લીગ સ્ટેજની ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ પણ ધોવાઇ ગઇ હતી. શું કહે છે માન્ચેસ્ટનું હવામાન જાણો....
મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલ રમાવવાની છે. હવામાન વિભાગનો રિપોર્ટ છે કે મંગળવારે માન્ચેસ્ટરમાં વરસાદ પડવાની સંભાવના છે, મેચ ધોવાઇ પણ શકે છે, જોકે, મેચ માટે રિઝર્વ ડે પણ છે.
હવામાન રિપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે વરસાદ પડી શકે છે, આવામાં પીચ ભીની થઇ શકે છે. વળી કાલે સવારે પણ વરસાદની સંભાવના વધુ છે. જો પીચ નહીં સુકાય તો મેચ રમાવવી લગભગ અસંભવ બની જશે.
રિપોર્ટ અનુસાર, સેમિ ફાઇનલના દિવસે માન્ચેસ્ટરના આકાશમાં વાદળો ઘેરાયેલા રહેશે, 20 ટકા વરસાદની પૂર્ણ સંભાવના છે. પવન 10-15 કિલીમીટરની ઝડપે ફૂંકાશે. તાપમાન મેક્સિમમ 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આવામાં ફાસ્ટ બૉલરોને ફાયદો મળી શકે છે.
વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ, શું કહે છે માન્ચેસ્ટરનું હવામાન, જાણો વિગતે
abpasmita.in
Updated at:
08 Jul 2019 02:39 PM (IST)
વર્લ્ડકપમાં અત્યાર સુધી ઘણી બધી મેચોમાં વરસાદ વિલન બન્યો છે, લીગ સ્ટેજની ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ પણ ધોવાઇ ગઇ હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -