સેન્ટ કિટ્સઃ ઇંગ્લેન્ડે બીજી ટી20માં વેસ્ટઇન્ડિઝને 137 રને હરાવીને 3 મેચોની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં વેસ્ટઇન્ડિઝની ટીમ માત્ર 45 રન જ બનાવી શકી હતી.

આ વેસ્ટઇન્ડિઝનો ટી20માં સૌથી ઓછો અને ઓવરઓલ ટી20નો બીજી ન્યૂનત્તમ સ્કૉર છે. આ પહેલા તેમનો ન્યૂનત્તમ સ્કૉર 60 રનનો હતો, જે ટીમે 2018માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ટી20માં સૌથી ઓછો સ્કૉર બનાવવાનો રેકોર્ડ નેધરલેન્ડ (39)ના નામે છે.


પહેલી બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમ 11.5 ઓવરમાં માત્ર 45 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બૉલર ક્રિસ જોર્ડને ચાર વિકેટ લીધી હતી. આ તેની કેરિયરનુ બેસ્ટ પર્ફોર્મન્સ હતું.