કયા વિસ્ફોટક બેટ્સમેનની ગર્લફ્રેન્ડ સવારે 4 વાગે ઉઠીને જુએ છે બૉયફ્રેન્ડની બેટિંગ, ક્રિકેટરની ગર્લફ્રેન્ડને ઓળખો
ઉમરાવ હેટમાયરની દરેક મેચ જુએ છે. વિન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન ઉમરાવ સવારે 4 વાગે ઉઠીને બૉયફ્રેન્ડ હેટમાયરની બેટિંગ જોતી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં જ્યારે બપોર 1.30 વાગે મેચ શરૂ થતી હતી ત્યારે ગયાનામાં સવારે 4 વાગ્યા હોય છે.
શિમરોન હેટમાયરની ગર્લફ્રેન્ડનુ નામ નિરવાની ઉમરાવ છે, તે ગયાનામાં રહે છે. તે પણ હેટમાયરની બેટિંગની જબરદસ્ત દિવાની છે.
ગુયાનાનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમેયરે 2017માં વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ. શિમરોન હેટમાયર મેદાન પર જેટલો આક્રમક છે તેટલો જ મેદાનની બહાર રૉમેન્ટિક પણ છે. હેટમાયર બાળપણથી જ એક છોકરીને પ્રેમ કરે છે, સોશ્યલ મીડિયા પર હંમેશા તેની સાથેની તસવીરો પણ શેર કરતો રહે છે.
21 વર્ષના ડાબોડી કેરેબિયન બેટ્સમેનને આઇપીએલની સિઝન 12માં જેકપૉટ લાગ્યો છે, શિમરોન હેટમેયરની બેઝપ્રાઇઝ 50 લાખ હતી જોકે, તેને આરસીબીની ટીમે પહેલા રાઉન્ડમાં જ 4 કરોડ 50 લાખ રૂપિયાની કિંમતમાં અધધધ કિંમતમાં ખરીદ્યો છે.
નવી દિલ્હીઃ આઇપીએલમાં સૌથી વધુ કિંમતમાં વેચાનારા ખેલાડીમાં વેસ્ટ ઇન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર શિમરોન હેટમેયરનું પણ છે. હેટમેયરને રૉયલ ચેલેન્જર બેંગ્લૉરે અધધધ.... કિંમત 4 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.