કયા બે રેકોર્ડ બનાવ્યા પોલાર્ડે
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ખાસ ઉપલબ્ધિ મેળવી હતી. તે 500 ટી20 રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ઉપરાંત ટી-20 ક્રિકેટમાં 10,000 રન પણ પૂરા કર્યા હતા. 34 રનની ઈનિંગ રમવાની સાથે જ તે ક્રિસ ગેઇલની ક્લબમાં સામેલ થઈ ગયો હતો. ટી-20 ક્રિકેટમાં 10,000 રન બનાવનારો ગેઇલ પ્રથમ ક્રિકેટર છે, જે બાદ પોલાર્ડે આ સીમા ચિહ્ન હાંસલ કર્યું છે. ટી-20માં પોલાર્ડના નામે 250 વિકેટ પણ છે. ટી-20ના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં સ્થાન પામતો પોલાર્ડ 17 અલગ અલગ ટીમો તરફથી મેચ રમી ચુક્યો છે.
બે રેકોર્ડનું સેલિબ્રેશન
શ્રીલંકા સામે વન ડે શ્રેણીમાં હાર બાદ આ મેચમાં વિન્ડિઝની શાનદાર જીત થઈ હતી. મેચ બાદ પોલાર્ડે કેક કાપીને બે-બે રેકોર્ડનું સેલિબ્રેશન કર્યુ હતું. આ મેચમાં પોલાર્ડ સાથી ખેલાડીઓ તરફથી મળેલી સ્પેશિયલ જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. આ જર્સી પર તેના નામની સાથે 500 લખ્યું હતું.
વિશ્વમાં સૌથી વધુ ટી-20 રમનારા ટોપ-3 ખેલાડી
વિશ્વમાં સૌથી વધારે ટી-20 રમનારા ખેલાડીઓમાં ટોચના 3 ક્રિકેટર વેસ્ટ ઈન્ડિઝના છે. 500 ટી-20 સાથે પોલાર્ડ પ્રથમ, 453 ટી-20 સાથે ડ્વેન બ્રાવો બીજા અને 404 ટી-20 મેચ સાથે ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે.
Coronavirus: બીમારીથી બચાવતું N-95 માસ્ક કેટલું સુરક્ષિત અને અસરકારક છે ? જાણો
Women’s T-20 Worldcup: ભારતે રચ્યો ઈતિહાસ, એક પણ બોલ ફેંકાયા વગર પહોંચ્યું ફાઇનલમાં