નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 29 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. કોરાનાથી બચવા માટે લોકોમાં માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની માંગ વધી ગઈ છે. ખાસ કરીને લોકોમાં N-95 માસ્કની ડિમાન્ડ ઉભી થઈ છે.
N-95 ટ્રિપલ લેયર માસ્ક છે. જે 98 ટકા સુધી ફિલટ્રેશન આપે છે. તેમાં એક બેસિક, એક કમ્ફર્ટ ફિટ અને એક અલ્ટ્રા સોફ્ટ વોવેન લેયર હોય છે. જે સ્ક્રીન ફ્રેન્ડલી હોય છે. આ માસ્ક ચેપ, પ્રદૂષણની સાથે સાથે ધૂળ અને પીએમ 2.5 પાર્ટિકલ્સને ફિલ્ટર કરે છે.
માસ્કના ઉપયોગની રીત અને જરૂરી સાવધાની
માસ્કને ઉપયોગમાં લેતા પહેલા તે ગંદુ કે તેમાં કાણું નથી તે ચેક કરો.
આ માસ્કને 8 કલાક કે તેથી વધારે સમયમાં ઉપયોગમાં લઈ શકાતું નથી.
માસ્ક ગંદુ કે ભીનું થઈ ગયું હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો
સમયાંતરે માસ્ક બદલવાનું રાખો. જ્યારે જરૂર ન હોય ત્યારે માસ્કને ઓરિજનલ પેકિંગમાં સ્વચ્છ જગ્યાએ મુકો.
માસ્ક ચહેરા પર બાંધતી વખતે ફિટ રહે તે ખાસ ધ્યાનમાં રાખો. માસ્કને વચ્ચેથી કવર કરો અને લાંબો શ્વાસ લો. જો શ્વાસ લેતી વખતે ચહેરા અને આંખો પાસેથી હવા અનુભવ થાય તો માસ્ક બરાબર ફિટ થયું નથી તેમ સમજો અને ફરીથી બાંધો.
અચાનક વધી ગઈ માસ્કની માંગ
કોરોના વાયરસના કારણે દેશમાં માસ્કની માંગ વધી ગઈ છે. એન-95 માસ્કને લઈ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માસ્ક કોરોના વાયરસથી બચાવી શકે છે. જેના કારણે તેની માંગ અચાનક વધી ગઈ છે. અનેક મેડિકલ સ્ટોર્સ પર માસ્ક ખતમ થઈ ગયા છે. ડોક્ટરોનું કહેવું છે કે એન-95 માસ્કની તંગીથી લોકોએ ગભરાવાની જરૂર નથી. તમે એન-95 માસ્કનો જ ઉપયોગ કરો તે જરૂરી નથી.
Women’s T-20 Worldcup: વરસાદના કારણે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે કેટલી ઓવરની રમાઈ શકે છે મેચ ? જાણો વિગત
રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટા, અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ
જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલની વધશે મુશ્કેલી, મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ઘર પર પાડ્યા દરોડા
ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા