નવી દિલ્હીઃ ક્રિકેટમાં શંકાસ્પદ બૉલિંગ કરવાના કિસ્સા અવારનવાર આઇસીસી પાસે આવી રહ્યાં છે. તાજેતરમાં જ કેન વિલિયમસન અને શ્રીલંકન બૉલરની બૉલિંગ શંકાસ્પદ હોવાની ફરિયાદ આઇસીસીમાં થઇ હતી. હવે આ મામલે વધુ એક બૉલર પર શંકાસ્પદ બૉલિંગ એક્શનને લઇને આઇસીસીમાં ફરિયાદ નોંધાઇ છે. આ બૉલર વેસ્ટઇ ઇન્ડિઝનો ખેલાડી ક્રેગ બ્રેથવેટ છે.

ક્રેગ બ્રેથવેટ ઉપર ગયા અઠવાડિયે ભારત સામે રમાયેલી ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ આ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં ક્રેગ બ્રેથવેટની બૉલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.



આઇસીસીની મીડિયા જાહેરાત અનુસાર, મેચ અધિકારીઓના રિપોર્ટમાં મેચ દરમિયાન આ 26 વર્ષીય બૉલર ક્રેગ બ્રેથવેટની બૉલિંગ એક્શન શંકાસ્પદ દેખાઇ છે, બ્રેથવેટ પાર્ટ ટાઇમ ઓફ સ્પિન બૉલિંગ કરે છે. આનો એક રિપોર્ટ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડને પણ સોંપવામાં આવ્યો છે.