વન ડે શ્રેણી પહેલા વિન્ડિઝને લાગ્યો મોટો ફટકો, આ વિસ્ફોટક ઓપનર શ્રેણીમાંથી ખસી ગયો, જાણો વિગત
અગાઉ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેને કોન્ટ્રાક્ટની ઓફર આપી હતી. જોકે તેણે તે સ્વીકારી નહોતી. લુઈસ 35 વન ડેમાં બે સદી વડે 1010 રન બનાવી ચુક્યો છે. તેનો ભારત સામે દેખાવ હંમેશા નોંધપાત્ર રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટ બોર્ડે લુઈસના સ્થાને વન ડે ટીમમાં કિરાન પોવેલને તક આપી છે. જ્યારે ટ્વેન્ટી-૨૦ ટીમમાં તેનું સ્થાન નિચોલ્સ પૂરણ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલુઈસ આઇપીએલમાં રમી ચૂક્યો હોવાથી વિન્ડિઝ તેને પ્લેઈંગ ઈલેવનમાં સમાવાય તેવી શક્યતા હતી.
લુઈસે ભારત સામેની શ્રેણીમાંથી ખસી જવા અંગે કોઈ ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. જોકે તે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડની નારાજ હોવાનું મનાય છે અને ગેલ તેમજ બ્રાવો-પોલાર્ડના પગલે દુનિયાભરની ટ્વેન્ટી-૨૦ લીગમાં રમીને કમાણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. આ કારણે તેણે ભારત સામે ન રમવાનો નિર્ણય લીધો હતો.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની રવિવારથી પાંચ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. વન ડે શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રવાસી ટીમનો ઓપનર એવિન લુઈસ અંગત કારણોસર ખસી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -