નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સાલાહ ટેલર ફરી એક વખતે પોતાની ચેટને લઈને ચર્ચામાં છે. બન્નેની નાઈટ ચેટ ટ્વીટર પર વાઈરલ થઈ રહી છે. આ વાઈરલ ચેટમાં જાડેજાના મેસેજ પર્સનલમાં હોવાથી દેખાતા નથી પરંતુ સારા તેને ટેગ કરીને ટ્વીટ્સ દ્વારા મેસેજના રિપ્લાય આપી રહી છે.



વર્ષ 2014માં આઈસીસી ટી-20 વર્લ્ડકપ દરમિયાન બંને ટીમો પોત-પોતાની ફાઈનલ મેચો હારી ગઈ હતી. આ સમયે જાડેજાએ મહિલા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી જતા સારાને મેસેજ કર્યો હતો. જે હવે વાઈરલ થઈ રહ્યા છે.



તે સમયે જાડેજા સારાને ટ્વીટર પર ફોલો ન કરતો હોવાના કારણે સારા તેને પર્સનલ મેસેજમાં રિપ્લાય નહોતી કરી શકી. આ બાદ તેણે ટ્વીટ દ્વારા જાડેજાને રિપ્લાય આપ્યા હતા. ટ્વીટર પર સારાના રિપ્લાય જોઈને લાગી રહ્યું છે કે બંને તેમના પરફોર્મન્સ વિશે વાત કરી રહ્યા હશે. જોકે જલ્દી તેમને માલુમ પડ્યું કે સારાના ટ્વીટ બધા લોકો જોઈ રહ્યા છે.



આથી બ્યૂટીફૂલ મહિલા ક્રિકેટરે જાડેજાને તેને ફોલો કરવા માટે કહ્યું. જેથી તેઓ એકબીજાને પર્સનલ મેસેજ કરી શકે અને લોકો તેમના ટ્વીટ ન જુએ. જલ્દી જ તેઓ ક્રિકેટની વાતોથી પર્સનલ વાતો પર આવી જાય છે. અને તેમના ટ્વીટ પરથી ફેન્સ બીજું કંઈ વિચારવા લાગશે તેના વિશે વાતો કરી રહ્યા છે. જોકે અંતમાં બંને પર્સનલી મળવા માટેનો પ્લાન બનાવે છે. સારા જાડેજાને સ્વિમિંગ પૂલ નજીક 10 વાગ્યે મળવા માટે બોલાવી રહી હોય છે.