અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા 3 દિવસથી શંકાસ્પદ રીતે ગુમ થઈ છે. આ મામલે બોલીવુડ એક્ટ્રેસ સોહા અલી ખાને મદદ માટે અપલી કરી છે. સોહાએ યુવતીના ફોટો સાથે ટ્વીટ કરી આ યુવતીને શોધવા માટે લોકોને મદદ કરવા કહ્યું છે.

સોહા અલી ખાને ટ્વીટ કરી કે, વૃષ્ટિ જશુભાઈ છેલ્લા 2 દિવસથી ગુમ થઈ છે. તેનો મોબાઈલ ફોન બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતાપિતા તેની ચિંતા કરી રહ્યા છે. જેથી મદદ કરો.


સોહા અલી ખાનના ટ્વીટ બાદ અનેક લોકોએ ટ્વીટ કર્યું હતું જેમાં ગુજરાત પોલીસના ટ્વિટર એકાઉન્ટમાં ટેગ કરી મદદ માંગતા ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસને ટ્વીટ કરી આ મામલે તપાસ માટે કહ્યું હતું.