નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019ની શરૂઆત 30મેથી થઈ ગઈ છે. સીરિઝ ધીમે ધીમે જોર પકડી રહી છે. સોશિયલ મીડિયા પર બધા દેશોના ફેન પોત પોતાના દેશો માટે સતત પોસ્ટ કરતા રહે છે. આ જ ક્રમમાં એક મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા પર છવાઈ છે. ભારતીય ટીમ સહિત વિશ્વભરના અન્ય ખેલાડીઓ સાતે સોશિયલ મીડિયા પર આ યુવતીની તસવીરો જોવા મળી રહી છે.




આ મિસ્ટ્રી ગર્લનું નામ રિદ્ધિમા પાઠક છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. તેના સોશિયલ મીડિયા પેજ પર વિશ્વભરના તમામ ખેલાડીઓ સાથેની તસવીરો જોવા મળે છે.



રિદ્ધિમા પાઠકના પ્રોફાઈલ અનુસાર તે ટીવી પ્રોજન્ટેટર હોવા સાથે વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે. હાલમાં તે આઈસીસી સાથે જોડાયેલી છે. તે આઈસીસીની એંકર પેનલની લિસ્ટમાં શામેલ છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.