નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે એ રાહતની વાત છે કે ટીમ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પડકારજનક મેચમાં જીતથી શરૂઆત કરવામાં સફળ રહી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 9 વિગેટે 227 રન બનાવ્યા હતા. ભારતે રોહિત શર્માના અણનમ 122 રનની મદદથી 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવ્યો.




કોહલીએ મેચ બાદ કહ્યું, અમારે પ્રથમ મેચ માટે લાંબી રાહ જોવી પડી અને ત્યાર બાદ આ રીતે મેચ રમ્યા. આખી મેચ પડકારજનક રહી. અમારા માટે જીતથી શરૂઆત કરવું મહત્ત્વપૂર્ણ હતું. પરંતુ તમે મેચ પર ધ્યાન આપશો તો જણાશે કે ત પડકારજનક હતી. રોહિત આગલ નતમસ્તક છું. આ પ્રોફેશનલ જીત છે.



તેણે કહ્યું, જો અમે ટોસ જીત્યા હોત તો પ્રથમ બોલિંગ જ કરત. પરિસ્થિતિ બોલરો માટે અનુકૂળ હતી અને સાઉથ આફ્રીકા બે હાર બાદ આ મેચમાં ઉતરી હતી. જસપ્રીત બુમરાહ હંમેશા અલગ પ્રકારની બોલિંગ કરે છે. બેટ્સમેન હંમેશા તેની સાથે દબાણમાં હોય છે. ચહલે પણ શાનદાર બોલિંગ કરી.



કોહલીએ કહ્યું, બુમરાહે જે રીતે અમલાને આઉટ કર્યો, તે જબરજસ્ત હતો. મેં અમલાને આ રીતે સ્લિપમાં આઉટ થતા નથી જોયો. ક્વિંટન ડી કોકની વિકેટ પણ શાનદાર હતી. રોહિતની ઇનિંગ વિશેષ હતી. ટોપ-3 બેટ્સમેનોમાંથી કોઈ એકની સેન્ચુરી ફટકારવી અમાર માટે જરૂરી છે.