નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં ભારતની હાર બાદથી જ ધોનીની નિવૃત્તીની અટકળો ચાલી રહી છે. ધોનીએ પણ બે મહિના ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય કરીને આર્મી ટ્રેનિંગમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ધોનીના નિર્ણય બાદ જ વેસ્ટ ઇન્ડિઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ધોની ભારતીય સેનામાં ઓનરરી લેફ્ટનન્ટ કર્નલ છે અને પેરાશૂટ રેજિમેન્ટની 106મી બટાલિયનમાં કાર્યરત છે.

જોકે બે મહિના માટે આર્મી ટ્રેનિંગમાં જોડાવાના નિર્ણય બાદ હવે ધોનીને એક વીડિયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, દોની આર્મીના યૂનિફોર્મમાં ગાડીમાંથી ઉતરી ર્યો છે અને જય હિંદ બોલતા સેલ્યૂટ કરે છે.


ધોનીનો આ વીડિયો જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પોતાના સત્તાવાર હેન્ડલ પર શેર કર્યો છે, જે ત્રણ વર્ષ જૂનો છે. તેમના દ્વારા વીડિયો પોસ્ટ કરતાં જ તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટીમની સાથે વિન્ડીઝ પ્રવાસે ન જઈને ધોની બે મહિના સુધી સેનાની સાથે ટ્રેનિંગ કરશે, તેના માટે ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ લેવાની તેને મંજૂરી મળી ગઈ છે. આર્મી ચીફ બિપિન રાવતે ધોનીની ટ્રેનિંગને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ધોનીની ટ્રેનિંગ જમ્મુ-કાશ્મીરમાં થશે. ધોનીને 2011માં ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો.