નવી દિલ્લીઃ રિયો ઑલિંપિકમાં સુંદર પ્રદર્શન કરનાર દીપા કરમાકરે ગીફ્ટમાં મળેલી BMW કાર પરત કરવાનો નિર્ણય કર્યો છે. આ ગીફ્ટ તેમને સચિન તેંડુલકરે તેમના હાથે આપી હતી. દીપાના કોચ બિશ્વેશ્વર નંદીએ આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, દીપાના પરિવાર સાથે વાત કરીને તેમણે કાર ન લેવાનો નિર્ણય કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગાડી ઘણી મોઘી છે. તેની દેખભાળ સરળ નથી.


કોચના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં દીપાના ઘર સુધી ન તો ગાડી લાયક રસ્તા છે કે ન તો આજુબાજુમાં કોઇ સર્વિસ સેંટર છે. એવામાં કારની દેખભાળ રાખવી વધુ મુશ્કેલ બનશે. સ્પોન્સરે કારના બદલામાં કેસ આપવાનું કહ્યુ છે જેનાથી તે લોકો નાની કાર લઇ લેશે. જોકે દીપાના પિતાએ આ અંગ કોઇ જાણકારી નહી હોવાનું જણાવ્યુ હતું.

દીપાને આ ગીફ્ટ રિયો ઑલિંપિકમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ હેદરાબાદ જિલ્લા બેડમિંટન સંગઠનના અધ્યક્ષ વી.ચામુંડેશ્વરનાથ તરફથી ભારતના પદક વિજેતા ખેલાડીઓ પીવી સિંધુ, સાક્ષી મલિક અને સિંધુના કોચ ગોપીચંદ સાથે BMW કાર ગીફ્ટમાં આપી હતી.