ભારતના 2007 અને 2011 વર્લ્ડકપ વિજયના હીરો ગૌતમ ગંભીરને કેમ ટીમમાંથી નથી મળતું સ્થાન ?

ઉપરાંત ગંભીર છેલ્લા 10 વર્ષમા ઇગ્લેન્ડમાં એક પણ વન-ડે રમ્યો નથી. તેણે 2007થી અત્યાર સુધીમાં ચાર ઇનિંગમાં 113 રન જ બનાવ્યા છે. જેને કારણે પસંદગીકારોએ ગંભીરને બદલે ઇગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરનારા શિખર ધવનને ટીમમાં સ્થાન આપવાનું યોગ્ય માન્યુ હતું.
ગંભીરની પસંદગી ન થવા પાછળ પ્રથમ કારણ વિજય હઝારે ટ્રોફીમાં ગંભીરનું ખરાબ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. જેમાં ગંભીરનું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યુ હતું. જોકે, ગંભીરે આઇપીએલમાં 12 મેચમાં 132.39 સ્ટ્રાઇક રેટથી 425 રન બનાવી પોતાના ફોર્મમો પરિચય કરાવ્યો હતો.
ગંભીરે 2007માં આઇસીસી ટ્વેન્ટી-20 ફાઇનલમાં પાકિસ્તાન સામે 54 બોલમાં શાનદાર 75 રન બનાવી ભારતના વિજયનો પાયો નાખ્યો હતો. તે સિવાય ગંભીરે 2011ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા તરફથ શ્રીલંકા સામે રમેલી 97 રનની ઉપયોગી ઇનિંગને કોણ ભુલી શકે છે. ભારતને વર્લ્ડકપ જીતવામાં ગંભીરનું યોગદાન રહ્યું હતું. ગંભીરની ઇનિંગને કારણે જ શ્રીલંકાની વર્લ્ડકપ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. તેમ છતાં ગંભીરને 2015માં આઇસીસી વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
ગંભીરે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 147 વન-ડે રમી છે. જેમાં ગંભીરે 84.25 સ્ટ્રાઇક રેટથી 5238 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 34 ફિફ્ટીનો સમાવેશ થાય છે. ગંભીરો હાઇએસ્ટ સ્કોર 150 રન છે. ગંભીરે પોતાની અંતિમ વન-ડે 27,જાન્યુઆરી,2013ના રોજ ઇગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાલામાં રમી હતી. તેમ છતાં ગંભીરને પસંદગીકારોએ સ્થાન આપ્યું નથી.
આઇપીએલમાં ગૌતમ ગંભીરના હાલના ફોર્મને જોતા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ ગંભીરને ટીમમાં સમાવવાની વકીલાત કરી ચૂક્યા છે. જોકે સારા ફોર્મ છતાં ગંભીરને ચેમ્પિયન ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યું નથી.
મુંબઇઃ ઇગ્લેન્ડમાં આગામી 1,જૂનથી શરૂ થઇ રહેલા ચેમ્પિયન ટ્રોફી માટેની ભારતીય ટીમમાં કોલકત્તાની ટીમના કેપ્ટન અને આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ગૌતમ ગંભીરને સ્થાન મળશે તેવી આશા સેવાઇ રહી હતી પરંતુ તેમને સ્થાન ના મળતા ગૌતમ ગંભીરના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.