WhatsApp પર ફેસ ટૂ ફેસ વાત કરવામાં ભારતીય નંબર 1
નવી દિલ્હીઃ અનેક ટેસ્ટિંગ પછી WhatsAppએ વિતેલા વર્ષે નવેમ્બરમાં પોતાની એપમાં વીડિયો કોલિંગ ફીચરને વિશ્વભરમાં યૂઝર્સ માટે લોન્ચ કર્યું હતું. તેના 6 મહિના બાદ WhatsAppએ જાણકારી આપી છે કે, ભારતીય વીડિયો કોલિંગ ફચીરનો ઉપયોગ કરવામાં વિશ્વમાં સૌથી આગળ છે.
કંપનીએ જાણકારી આપી છે કે, ભારતમાં વીડિયો કોલિંગ દરરોજ અંદાજે 50 કરોડ મિનિટ રેકોર્ડ કરવામાં આવે છે. જે વિશ્વભરમાં WhatsApp ઉપયોગ કરનારા કોઈપણ દેશની તુલનામાં સૌથી વધારે છે. આ આંકડાથી જાણકારી મળે છે કે, WhatsApp માટે ભારત કેટલું મહત્ત્વનું છે અને શા માટે કંપની પોતાના ભવિષ્યના બિઝનેસ પ્લાન્સ માટે ભારતને આટલું મહત્ત્વ આપી રહી છે.
WhatsAppએ પોતાના વીડિયો કોલિંગ ફીચરને લોન્ચ કરતા સમયે કહ્યું હતું કે, આ નવી વીડિયો કોલિંગ ફીચરને ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જ્યાં યૂઝર્સ મોટેભાગે સ્લો ઇન્ટરનેટ કનેક્શનને કારણે મુશ્કેલી અનુભવે છે.
340 નિલિયન મિનિટ વીડિયો કોલિંગમાંથી 50 મિલિયન મિનિટ વીડિયો કોલિંગ માત્ર ભારતમાં જ કરવામાં આવે છે. તમને જણાવીએ કે, WhatsAppએ પોતાના પ્રતિસ્પર્ધીની તુલનામાં આ ફીચરને મોડેથી લોન્ચ કર્યું હતું. તેમ છતાં આટલા ઓછા સમયમાં આટાલ યૂઝર્સને પોતાના તરફ આકર્ષિત કરવા એ આશ્ચર્યની વાત છે.
WhatsAppના દર મહિને વિશ્વભરમાં કુલ 1.2 બિલિયન એક્ટિવ યૂઝર્સ છે. જેમાંથી દર મહિને 200 મિલિયન એક્ટિવ યૂઝર્સ એકલા ભારતમાં છે. કંપનીના વીડિયો કોલિંગ ફીચરને વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી અપનાવવામાં આવ્યું છે. તેમાં વિશ્વભરમાં દરરોજ 340 મિલિયન મિનિટ વીડિયો કોલિંગનો આંકડો કંપનીએ નોંધાવ્યો છે. WhatsAppના દાવા અનુસાર આ એપના યૂઝર્સ 55 મિલિયન વીડિયો કોલ દરરોજ કરે છે.