નવી દિલ્હીઃ ચાર મહિનાના લાંબા ઇન્તજાર બાદ હવે બીસીસીઆઇના (BCCI) પસંદગીકારોએ ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) માટેની બેસ્ટ ભારતીય ટીમની (Team India) જાહેરાત કરી દીધી છે. કેટલાક એવા ખેલાડીઓ છે જેમને આ સીરીઝમાં મોકો આપવામા આવ્યો છે, પરંતુ આ ટીમના લિસ્ટમાં ભારતના શાનદાર યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉનુ (Prithvi Shaw) નામ ના હોવાથી સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી હતી. હવે આ વાતને લઇને એક મોટા રિપોર્ટ સામે આવ્યા છે. શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત બાદ ડ્રૉપ થયેલા પૃથ્વી શૉને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં સિલેક્ટરોએ પૃથ્વી શૉને (Prithvi Shaw Weight) વજનના કારણે પડતો મુક્યો છે. 


પૃથ્વી શૉ (Prithvi Shaw) ટેસ્ટમાંથી પોતાની ઇજાના કારણે ડ્રૉપ થયો હતો. છેલ્લા રમાયેલી વિજય હજારે ટ્રૉફીમાં પૃથ્વી શૉએ ધમાકેદાર ઇનિંગ રમતા બેટથી તોફાન મચાવી રાખ્યુ હતુ. હવે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગીકારો તેને વજનને કારણ ગણાવી રહ્યાં છે. 


સુત્રોનુ માનીએ તો રાષ્ટ્રીય પસંદગી સમિતિ પૃથ્વી શૉના વજને લઇને ખુશ નથી, અને સિલેક્ટરોએ પૃથ્વી શૉને આ મેસેજ પહોંચાડી દીધો છે. જો તેને ટીમમાં વાપસી કરવી છે તો પોતાનુ વજન ઓછુ કરવુ પડશે. બીસીસીઆઇના સુત્રો અનુસાર, મેદાન અને પીચ પર પૃથ્વી શૉની ચુસ્તી-સ્ફૂર્તિ એક 21 વર્ષના ખેલાડીના જેવી નથી, અને તે ધીમો છે. તેને પોતાના વજનમાં થોડાક કિલોનો ઘટાડો કરવાની જરૂર છે. 


સુ્ત્રોએ કહ્યું- વળી, ઓસ્ટ્રેલિયામાં ફિલ્ડિંગ દરમિયાન તેની સાથે કૉન્સનટ્રેશનની પણ સમસ્યા હતી. ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ પૃથ્વી સખત મહેનત કરી રહ્યો છે. તેની સામે ઋષભ પંતનુ ઉદાહરણ સામે છે. જો પંત થોડાક મહિનાઓની અંદર વસ્તુઓને પુરેપુરી બદલી શકે છે, તો પૃથ્વી શૉ પણ આમ કરી શકે છે.  


બીસીસીઆઇ સુત્ર અનુસાર, પૃથ્વીને કેટલીક વધુ ટૂર્નામેન્ટમાં પોતાના સારા ફોર્મને બરકરાર રાખવાની સાથે જ તેને સારા પ્રદર્શન અને નિરંતરતા લાવવાનુ પણ કહેવામાં આવ્યુ છે. સુ્ત્રોએ કહ્યું- પૃથ્વીને થોડીક બીજી ટૂર્નામેન્ટોમાં પોતાના આ ફોર્મને બતાવવુ પડશે. હંમેશા તેને એક સારી સીરીઝના આધાર પર પસંદગી કરવામાં આવી છે, અને પછી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંઘર્ષ કરવો પડે છે. સુત્રો અનુસાર, ચોક્કસપણે પૃથ્વી શૉ એક એવો ખેલાડી છે, જેને વધુ સમય સુધી અનદેખી નથી કરી શકાતી.