કોહલી ગ્રાઉન્ડ અને પીચને લઇને બધુ જાણતો હોવા છતાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનું કારણ આપ્યુ. તેને કહ્યું કે, આપણે જોખમ ઉઠાવવા પડશે, જ્યારે તમે મેચ જીતવાનું જાણતા હોય તો પણ તમારે જોખમ લેવુ પડશે. જ્યાં સુધી તમે રમવાનુ શરુ ના કરો ત્યાં સુધી કંઇજ નક્કી નથી હોતુ.
કોહલીએ કહ્યું કે મને લાગે છે કે અનુકુળ પરિસ્થિતિમાંથી અમારે બહાર નીકળવુ પડશે. અમારી પાસે 9માં નંબર સુધી બેટિંગ ક્રમ હતો છતાં અમે આ જોખમ ઉઠાવવાનુ નક્કી કર્યુ. અમે માનસિક રીતે એવી પરિસ્થિતિમાં ઢળવા માંગીએ છીએ જે અમને બેસ્ટ બનાવે.
વિરાટે કહ્યું કે, અમે વર્લ્ડ ટી20 ટૂર્નામેન્ટ પહેલા બધા પ્રયોગો કરીશુ, જેનાથી અમે જોખમ ઉઠાવતા શીખીએ. અમે આ પહેલા બધી વસ્તુઓનુ સૉલ્યૂશન મેળવી લઇશુ.
ભારતીય કેપ્ટન કોહલીએ એવોર્ડ સમારોહમાં સ્વીકાર્યુ કે, સાઉથ આફ્રિકાએ પોતાની રણનીતિ યોગ્ય રીતે વાપરી અને અમે હાર્યા, હવે અમારી નજર આગામી ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પર છે.