વીડિયોમાં દેખી શકાય છે, તે પ્રમાણે, મેચ પુરી થયા બાદ ઋષભ પંત પોતાના ચાહકોને ઓટોગ્રાફ આપી રહ્યો છે, આ દરમિયાન એક સ્ટેડિયમમાં ભીડમાં એક છોકરી પણ પંતનો ઓટોગ્રાફ લે છે, અને બાદમાં મોટેથી બોલે છે કે I LOVE YOU ઋષભ... આ સાંભળીને ખુદ ઋષભ પંત શરમાઇ જાય છે. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઋષભ પંત હાલ ખરાબ ફોર્મની સામે ઝઝૂમી રહ્યો છે, અંતિમ ટી20માં પંતે 19 20 બૉલમાં 19 રન બનાવ્યા હતા. બાદમાં ફોર્ટીનની ચાલમાં ફસાઇ ગયો અને લૉન્ગ ઓફ પર આસાન કેચ આપી બેઠો હતો. ત્રીજી ટી20માં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.