હવે ભારતીય ટીમને આગામી છેલ્લી ત્રીજી અને ફાઇનલ ટી20 મેચ 6ઠ્ઠી ઓગસ્ટે રમવાની છે. જે મંગળવારે ગુયાના સ્ટેડિયમમાં રમાશે. જોકે, આ ટી20 પહેલા મોટા સંકેત વિરાટ કોહલીએ આપ્યા છે જે અનુસાર ટીમમાં કેટલાક મોટા ફેરફારો થઇ શકે છે. અંતિમ ટી20માં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવી શકે છે.
સુત્રો અનુસાર, શ્રેયસ અય્યર અને લેગ બ્રેક બૉલર રાહુલ ચહરને મોકો આપવામાં આવી શકે છે. વળી ઋષભ પંતને ડ્રૉપ કરીને કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 મેચ ગુયાનાના પ્રૉવિડેન્સ સ્ટેડિયમમાં રામશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટી20 મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે.
નોંધનીય છે કે, ત્રણ મેચોની ટી 20 સિરીઝની શરૂઆતમાં સતત બે મેચ જીતવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ 2-0થી સીરિઝ જીતી લીધી છે. વિરાટ કોહલીએ કહ્યું કે સિરીઝ જીતવી ટીમ માટે સારી વાત છે. કારણ કે તેથી અન્ય ખેલાડીઓને રમવાની તક મળશે. ટી 20 સિરીઝની અંતિમ મેચ મંગળવારે પ્રોવિડેન્સમાં રમાશે.