છેલ્લી વનડેમાં કોહલી રમાડશે આ 4 ધૂરંધરોને, જાણો કોની જગ્યાએ કોણ આવશે ટીમમાં
કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ અત્યાર સુધી આ સીરીઝમાં 30 વિકેટ મેળવી ચૂક્યા છે, જે એક રેકોર્ડ પણ છે. આવામાં તેમનું બહાર બેસવું મુશ્કેલ છે. પણ ટીમ મેનેજમેન્ટ બન્નેમાંથી એક બૉલરને આરામ આપી લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ટીમમાં સમાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેન્ચૂરિયન વનડેમીં ટીમ મેનેજમેન્ટ કેદાર જાધવને એક મોકો આપી શકે છે. જાધવ છેલ્લી બે વનડેથી બહાર બેઠેલો છે. તેની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલા શ્રેયસ ઐય્યર પણ કોઇ ખાસ કમાલ નથી કરી શક્યો. જાધવ બેટિંગની સાથે સાથે ઓફ સ્પિન બૉગિંલ પણ કરી શકે છે, જે તેનું મજબૂત પાસુ છે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ છ મેચોની વનડે સીરીઝમાં ભુવનેશ્વર કુમાર અત્યાર સુધી માત્ર બે જ વિકેટ મેળવી શક્યો છે. આવામાં છેલ્લી વનડેમાં મોહમ્મદ શમીને ચાન્સ મળી શકે છે. ભુવનેશ્વર કુમાર આ સીરીઝમાં એકદમ ફ્લૉપ રહ્યો છે.
છેલ્લી ત્રણ મેચમાં અજિંક્યે રહાણે નંબર ચાર પર બેટિંગ કરતાં માત્ર 27 રન જ બનાવી શક્યા છે. આવામાં ટીમ મેનેજમેન્ટ રહાણેની જગ્યાએ દિનેશ કાર્તિકને છેલ્લી મેચમાં ચાન્સ આપી શકે છે. રહાણેએ કેપટાઉન વનડેમાં 11 અને જૉહનિસબર્ગ, પોર્ટ એલિઝાબેથ વનડેમાં 8-8 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ છઠ્ઠી અને અંતિમ વનડે ઇન્ટરનેશનલ મેચમાં શુક્રવારે પોતાની બેન્ચ સ્ટ્રેન્થને પારખી શકે છે, પણ માત્ર ઔપચારિકતાની આ મેચમાં તેમના પ્રદર્શનમાં કોઇ કમી નહીં આવે, કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પહેલા આ વાતનો સંકેત આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -