ભારતીય ટીમમાં પસંદ થયેલો આ ક્રિકેટર IPLમાં કેમ નથી રમતો તે જાણીને લાગી જશે આંચકો
લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં ભારતીય ટીમે બાકી રહેલી બે ટેસ્ટ મેચો માટે કેટલાક ફેરફાર કર્યા છે. ભારતીય ટેસ્ટ ટીમમાં પૃથ્વી શૉ અને હનુમા વિહારીને સમાવવામાં આવ્યા છે. પહેલી ત્રણ ટેસ્ટમાં રમનારા મુરલી વિજય અને કુલદીપ યાદવને પડતા મૂકાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યારે તમામ દેશોના ક્રિકેટરો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમવા પડાપડી કરે છે. ઘણા ક્રિકેટરો તો એવા છે કે જેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમવા માટે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ ખતમ કરી નાંખી છે કેમ કે આઈપીએલમાં થોડો સમય રમવાથી પુષ્કળ નાણાં મળે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, હનુમા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)થી જાણી જોઈને દૂર થયો છે. તેનું કારણ એ છે કે, તે પોતાના ડીફેન્સને ખૂબ જ મજબૂત બનાવવામાં માને છે. આઈપીએલમાં રમવાથી તમારી નબળાઈની દુનિયાને ખબર પડી જાય છે તેથી હનુમા છેલ્લાં ત્રણ વર્ષથી આઈપીએલમાં નથી રમતો.
હનુમા 2012માં વર્લ્ડ કપ જીતનારી અંડર 19 ક્રિકેટ ટીમનો સભ્ય હતો. એ પછી તરત તેની 2013માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં પસંદગી થયેલી. બેંગલોર સામેની એક મેચમાં હનુમાએ ક્રિસ ગેયલને માત્ર 1 રને આઉટ કરેલો ને પછી અણનમ 46 રન કરીને પોતાની ટીમને મેચ જીતાડેલી.
આઈપીએલમાં એ પછી તે 2015 સુધી રમ્યો પણ તેના કારણે પોતાનું ડીફેન્સ નબળું પડી ગયું છે તેવું તેને લાગ્યું તેથી તેણે આઈપીએલથી દૂર થવાનું નક્કી કર્યું અને છેલ્લા ત્રણ વર્ષથી તે આઈપીએલમાં નથી રમ્યો. આ વર્ષે તેણે રણજી ટ્રોફીમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારીને પોતાના મજબૂત ડીફેન્સનો પરચો આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -