નીમચઃ મધ્યપ્રદેશમાં જેલ તંત્રની બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે. નીમચ જિલ્લા જેલમાંથી 4 કેદી રવિવારે સવારે ભાગી ગયા હતા. જેલમાંથી કેદીઓ ફરાર થયા બાદ પોલીસ તંત્ર એકશનમાં આવ્યું છે અને કેદીઓને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.

જેલમાંથી કેદીઓ ભાગી ગયા બાદ પોલીસની સતર્કતા અને જેલની વ્યવસ્થા પર પણ સવાલ ઉભા થયા છે.

જેલમાંથી ફરાર થઈ ગયેલા એક આરોપી પર હત્યાનો, એક પર બળાત્કારનો અને બે પર માદક પદાર્થોની હેરાફેરીનો આરોપ છે. ચાર કેદીના નામ નારસિંહ બંજારા (ઉ.20), દુબે લાલ (ઉ.19), પંકજ મોંગિયા (ઉ.21) અને લેખ રામ (ઉ.29) પણ સામે આવ્યા છે.


વર્લ્ડકપઃ અફઘાનિસ્તાનને હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત

શમીએ સર્જયો ઈતિહાસ, ઝહીર-શ્રીનાથ જેવા દિગ્ગજ બોલરો પણ નથી બનાવી શક્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત