'2011ના વર્લ્ડકપની ભારતે જીતેલી ફાઈનલ ફિક્સ થયેલી', ક્યા દિગ્ગજ ક્રિકેટરે કર્યો આ આક્ષેપ? કરી તપાસની માંગ
રાણાતુંગાએ કહ્યું, સંગાકારા પાકિસ્તાન પ્રવાસને લઈને તપાસની માંગ કરી રહ્યા છે તો થવી જોઈએ. પરંતુ મારૂ માનવું છે કે 2011 વિશ્વ કપ ફાઈનલમાં શ્રીલંકા સાથે જે થયું તેની પણ તપાસ થવી જોઈએ.
આ પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયો હતો. સાંગાકારાએ કહ્યું એ વાતની તપાસ થવી જોઈએ કે આ પ્રવાસ કોના કહેવા પર કરવામાં આવ્યો હતો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે આ મેચમાં શ્રીલંકાને માત આપતા 28 વર્ષ બાદ વિશ્વ કપ પર કબ્જો મેળવ્યો હતો. શ્રીલંકાના અખબાર ડેલી મિરર મુજબ, રાણાતુંગાનો આ આરોપ ટીમના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાના 2009માં પાકિસ્તાન પ્રવાસ પર આપવામાં આવેલા નિવેદન બાદ આવ્યું છે.
મુંબઈ: શ્રીલંકાને 1996ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા બનાવનારા કેપ્ટન અર્જુન રાણાતુંગાએ 2011માં મુંબઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વિશ્વ કપ ફાઈનલ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો છે. રાણાતુંગાએ આ મામલે તપાસ કરવાની માંગ કરી છે.