નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આમને સામને ટકરાશે. ક્રિકેટના સૌથી મોટા ગ્રાઉન્ડ લંડનના લોર્ડ્સમાં બન્ને ટીમો વચ્ચે મહામુકાબલો થશે, જે લગભગ એશીઝ જેવો જ હશે. બન્ને ટીમો સંતુલિત છે, પણ પીચ અને હવામાન ખેલ બગાડી શકે છે કેમ તે અંગે અહીં રિપોર્ટ આપવામાં આવ્યો છે.



જો પીચની વાત કરીએ તો લંડનના લોડ્સમાં આ પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે પહેલા બેટિંગ કરીને જીત મેળવી હતી. આવામાં જો ઇંગ્લેન્ડની ટીમ ટૉસ જીતે છે તો પહેલા બેટિંગ કરવા ઇચ્છશે. વળી ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ જ કરશે. કેમકે ઇંગ્લેન્ડ રન ચેઝ કરવામાં કમજોર છે. જો શરૂઆત સારી મળે તો આ પીચ પર 300 થી ઉપરનો સ્કૉર બની શકે છે.

હવામાનની દ્રષ્ટિએ જોઇએ તો લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં આજે વરસાદ પડવાની સંભાવના ખુબ જ નહિવત છે, કેમકે છુટાછવાયા વાદળો ઘેરાયેલા દેખાઇ રહ્યાં છે.



ઇંગ્લેન્ડ ટીમઃ જેમ્સ વિન્સ, જૉની બેયર્સ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, બેન સ્ટૉક્સ, ક્રિસ વૉક્સ, આદિલ રશીદ, મોઇન અલી, જોફ્રા આર્ચર અને માર્ક વૂડ.



ઓસ્ટ્રેલિયા ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાઝા, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, માર્કસ સ્ટૉઇનિસ, એડમ જામ્પા, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક.