નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂની પોતાની સુંદરતા ઉપરાંત પોતાના અભિનય માટે પણ ઓળખાય છે. જોકે તેના મિજાજ વિશે લોકો ખૂબ ઓછું જાણે છે. સામાન્ય રીતે કૂલ અને રિલેક્સ મોડમાં જોવા મળતી તાપસી પન્નૂ ક્યારેક ગુસ્સે પણ થઈ જાય છે. બોમ્બે ટાઈમ્સના અક અહેવાલ અનુસાર તાપીસ પોતાના અભિયના 90 ટકા પોતાની આસપાસ રહેલ લોકો પાસેથી શીખે છે અને 10 ટકા તેની ખુદની પર્સનાલિટીનો હિસ્સો હોય છે.



મીડિયા રિપોર્ટ મુજબ તાપસીએ કહ્યું કે, ફિલ્મ મનમર્જિયાંની શૂટિંગ દરમિયાન એકવાર તે બહેન સાથે ડિનર પર ગઈ હતી. જ્યારે બન્ને ગાડી માટે ડ્રાઈવરની રાહ જોઈ રહી હતી. ત્યારે એક શખ્સ બાઈક પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેમને જોઈ અચાનક રોકાઈ ગયો અને ચાલાકી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી. એવામાં તાપસી પન્નુને ગુસ્સો આવ્યો અને તેણે એ શખ્સને જોરદાર થપ્પડ ફટકારી હતી.

રિપોર્ટ પ્રમાણે ત્યાર બાદ તાપસીએ એ વ્યક્તિનો તરત જ ફોટો ડિલીટ કરવાનું કહ્યું. રેડ સિગ્નલ પર તાપસી પન્નુ સાથે થયેલ આ ઘટના મુખ્ય રૂપે તેના પાત્રના એક એવા પહેલૂને દર્શાવે છે જેને મોટાભાગે ફેન્સ કદાચ અજાણ છે.