નવી દિલ્હી: 30 મેથી શરૂ થનારા વિશ્વ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે કરશે. આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, બે ખાસ ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. આમાં પહેલું નામ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું છે, જ્યારે બીજું નામ ઓલરાઉન્ડર વિજય શંકરનું છે.

ભારતીય ટીમે વિશ્વ કપ પહેલાં બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ શનિવારનાં કેનિંગ્ટન ઓવલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે જ્યારે બીજી મેચ 28 મેનાં બાંગ્લાદેશ સામે રમશે.

આ પહેલા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવવાના શરૂ થયા છે. પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કોચ સંજય બાંગર તેમને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા ત્યારે એક શોર્ટ પિચ બોલ ઝડપથી હેલમેટ પર વાગ્યો હતો. જેના કારણે તેના હોઠોથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ તે નેટ્સમાંથી બહાર જતો રહ્યો હતો. તેને તરત જ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શિખર ધવન અત્યારે સ્વસ્થ છે.

મેચના એક દિવસ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિરાટની ચિંતામાં વધારો થયો છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, વિજય શંકર શુક્રવારે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તે તરત મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરને હાથમાં બોલ વાગ્યો હતો. ખલીલ અહેમદે બાઉન્સર પુશ કરતાં બોલ વિજયના હાથ પર વાગ્યો હતો.