નવી દિલ્હીઃ ભારતીય ટીમે ગઇકાલે વિશ્વકપની પહેલી મેચમાં દમદાર પ્રદર્શન કરતાં જીત મેળવી, મેચમાં બૉલરોનું ખાસ યોગદાન રહ્યું. યૂજવેન્દ્ર ચહલે મેચમાં ચાર વિકેટ ઝડપીને મેચ ભારતીય ટીમના હાથમાં લાવીને મુકી દીધી હતી. જોકે મેચમાં 20મી ઓવર બન્ને ટીમો માટે નિર્ણયક સાબિત થઇ, અહીંથી ટીમ ઇન્ડિયાની જીતનો પાયો નંખાઇ ગયો અને પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી.


મેચની 20મી ઓવર ભારતના ફિકરી બૉલર યૂજવેન્દ્ર ચહેલે કરી, ચહલે કમાલ કરતાં એક જ ઓવરમાં બે આફ્રિકન મહારથીઓને પેવેલિયન ભેગા કરી દીધા.

ચહલે 20મી ઓવરનો પહેલો બૉલ આફ્રિકન બેટ્સમેન વેન ડેર ડૂસેન લેગ સ્ટમ્પ પર ફેંક્યો, ડૂસેન રિવર્સસ્વિપ કરવાની કોશિશમાં ચહલની ફિરકીમાં ફસાઇ ગયો, ને ક્લિન બૉલ્ડ થઇ ગયો હતો.



આ પછી ચહલે 20મી ઓવરનો છેલ્લો બૉલ કેપ્ટન ફાક ડૂ પ્લેસીસને ફેંક્યો, ડૂ પ્લેસીસ બૉલને સમજે તે પહેલા બૉલ પેડ અને બેટની વચ્ચેથી સીધો ઓફ સ્ટમ્પ પર જઇને ટકરાયો, ક્લિન બૉલ્ડ થયો હતો.


ઉલ્લેખનીય છે કે, મેચની 20મી ઓવર ભારતીય ટીમ માટે ખાસ મહત્વની સાબિત થઇ, નહીં તો ફાક ડૂ પ્લેસીસ અને ડૂસેનની પાર્ટનરશીપ ભારતીય ટીમને 300થી વધુનો ટાર્ગેટ આપી શકતી હતી.