પહેલા મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે, વર્લ્ડકપ ફાઈનલમાં બેન સ્ટોક્સે અમ્પાયરને ઓવર થ્રોના રન ન આપવા માટે અપીલ કરી હતી. જોકે કુમાર ધર્મસેનાએ સ્ટોક્સના જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે. કુમાર ધર્મસેનાએ બ્રિટિશ મીડિયાને ખોટું ગણાવાત કહ્યું કે, બેન સ્ટોક્સે એક્સ્ટ્રા રન ન આપવા અંગે કોઈ વાત કરી ન હતી.
કુમાર ધર્મસેનાએ કહ્યું કે, મેં નિર્ણય સાથી અમ્પાયર મરેસ ઈરામસ સાથે વાત કરીને લીધો હતો. હું 100 ટકા આશ્વત હતો કે, બેટ્સમેનોએ એકબીજાને ક્રોસ કર્યા હતા. પણ એવું નથી કે, બેન સ્ટોક્સે એક્સ્ટ્રા રન ન આપવા માટે કહ્યું હતું. એ એકદમ ખોટું છે, બેન સ્ટોક્સ આવું કાંઈ પણ બોલ્યો ન હતો.