નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ રમી હતી. મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ સેનાના સન્માનમાં ‘બિલદાન બેઝ’ ના નિશાન વાળા ગ્લવ્સ પહેર્યા હતા. જેના પર આઈસીસીએ વાંધો ઉઠાવ્યો છે અને તેને હટાવવા કહ્યું છે.
દક્ષિણ આફ્રિકા સામેની મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકિપિંગ ગ્લવ્સે સૌને ચોંકાવી દીધા હતા. ધોનીએ પેરા સ્પેશિયલ કમાન્ડોને સન્માન આપવા માટે અનોખી રીત અપનાવી હતી. તેણે મેચ દરમિયાન બિલદાન બેઝ ના નિશાન વાળા ગ્લવ્સ પહેર્યા હતા. આ બેઝ પેરા કમાન્ડો લગાવે છે. આ બેઝને બલિદાન બેઝના નામથી ઓળખવામાં આવે છે. જેને હવે આઈસીસીએ હટાવવા કહ્યું છે.
પેરાશૂટ રેઝિમેન્ટના વિશેષ બળો પાસે અલગ બેઝ હોય છે, જેને બલિદાનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ બેઝ માત્ર પેરા કમાન્ડો જ પહેરી શકે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં તેની ઉપલબ્ધિઓના કારણે 2011માં સેનાએ માનદ લેફ્ટિનેંટનો રેંક આપ્યો હતો. ધોની આ સન્માન મેળવનારો કપિલ દેવ બાદ બીજો ભારતીય ક્રિકેટર છે.
વર્લ્ડકપમાં છવાઈ આ મિસ્ટ્રી ગર્લ? જાણો કોણ છે આ યુવતી.....
વર્લ્ડકપમાં વ્યસ્ત વિરાટ કોહલી, ઘરે અપાયો 500 રૂપિયાનો દંડ, કારણ જાણી ચોંકી ઉઠશો
World Cup 2019: રોહિત શર્માએ સેન્ચુરી સાથે જ તોડ્યો આ રેકોર્ડ, ગાંગુલી-દિલશાનને છોડ્યા પાછળ
ICCએ ધોનીના ગ્લવ્સ પરના સેનાના નિશાનને હટાવવા કહ્યું, જાણો વિગત
abpasmita.in
Updated at:
06 Jun 2019 09:05 PM (IST)
દક્ષિણ આફ્રિકા સામેની મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ પેરા સ્પેશિયલ કમાન્ડોને સન્માન આપવા માટે ‘બિલદાન બેઝ’ ના નિશાન વાળા ગ્લવ્સ પહેર્યા હતા. આ બેઝ પેરા કમાન્ડો લગાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -