નવી દિલ્હી: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મહામુકાબલો થવાનો છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વેસ્ટઇન્ડીઝ ટીમના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઈલ પણ ઉત્સાહિત નજર આવી રહ્યો છે. પોતાના લૂકને લઈને ચર્ચામાં રહેનારા ક્રિસે ગેલે ભારત-પાકિસ્તાનની મેચ પહેલા પોતાની સ્પેશિયલ ડ્રેસના કારણે ચર્ચામાં છે.

ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં ક્રિસ ગેઈલ ખાસ ડ્રેસમાં નજર આવી રહ્યો છે. ગેઈલના બ્લેઝર પર જમણી બાજુ ભારત અને ડાબી બાજુના હાથ પર પાકિસ્તાનના ધ્વજના કલર છે. આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “યૂનિવર્સ બોસ ભારત અને પાકિસ્તાન મુકાબલા માટે તૈયાર છે. ”


તેની પાછળ બીજુ પણ એક કારણ છે કે 20 સપ્ટેમ્બરે ક્રિસ ગેઈલનો 40મો જન્મદિવસ છે. ક્રિસ ગેઈલે ટ્વીટ કરી કહ્યું કે “આ મુકાબલાને લઈને હું આ સૂટમાં એન્જોઈ કરી રહ્યો છું. હું આ સૂટને ખૂબજ પસંદ કરું છું. આ જ સૂટ 20 સપ્ટેમ્બરે મારા બર્થ ડે સેલિબ્રેશન પર પણ પહેરીશ. ”


World Cupમાં છ વખત ટકરાયા છે ભારત અને પાકિસ્તાન, એક પણ વખત નથી જીત્યું PAK

વર્લ્ડકપઃ કોહલીએ કહ્યુ- પાકિસ્તાન સામેની મેચને લઇને કોઇ દબાણ નથી