વર્લ્ડકપ 2019 : અફઘાનિસ્તાન સામે ભારતનો 11 રને રોમાંચક વિજય, શમીની હેટ્રિક

કેપ્ટન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Jun 2019 11:07 PM

બ્રેકગ્રાઉન્ડ

સાઉથમ્પટન: આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 28મી મેચ રમાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ...More

ભારતે મેચ જીતવા આપેલા 225 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાન 50 ઓવરમાં 213 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાનો 11 રનથી વિજય થયો હતો. અફઘાનિસ્તાન તરફથી નબીએ 52 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેનો સેટ થયા બાદ આઉટ થયા હતા. શમીએ 50મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4, બુમરાહ, ચહલ અને પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી.