વર્લ્ડકપ 2019: સાઉથ આફ્રિકા વર્લ્ડકપમાંથી બહાર, ન્યૂઝિલેન્ડે 4 વિકેટથી હરાવ્યું, વિલિયમસનની સદી
abpasmita.in | 19 Jun 2019 04:29 PM (IST)
વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં પાંચ મેચોમાં સાત પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજા નબરે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ત્રણ પોઈન્ટ સાથે આઠમાં સ્થાને છે.
નવી દિલ્હી: બર્મિંઘમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આપેલા 242 રનનાં વિજયી લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડે નિયમિત સમયાંતરે વિકેટો ગુમાવી હતી. પરંતુ કેપ્ટન કેન વિલિયમ્સને બીજો છેડો સંભાળી રાખ્યો હતો. તેણે છઠ્ઠી વિકેટ માટે ગ્રાન્ડહોમ સાથે 91 રનની ભાગીદારી બનાવીને ન્યૂઝીલેન્ડના વિજયની આશા જીવંત રાખી હતી. પરંતુ વિલિયમ્સને છેલ્લી ઓવરમાં છગ્ગો મારી ન્યૂઝીલેન્ડનો વિજય નિશ્ચિત કર્યો હતો. કિવીએ 48.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 245 રન કરતાં તેનો 4 વિકેટે વિજય થયો હતો. વિલિયમ્સને 138 બોલરમાં 106 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી એઇડન માર્કરમે 38 અને ડેવિડ મિલરે 36 રન બનાવ્યા હતા. કવિન્ટન ડી કોક ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં 5 રને બોલ્ડ થયો હતો. લોકી ફર્ગ્યુસને ડુ પ્લેસીસને બોલ્ડ કર્યો હતો. તેણે 35 બોલમાં 23 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી લૂક ફર્ગ્યૂસને સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મિશેલ સેન્ટનર,ગ્રાન્ડહૉમ અને ટ્રેન્ટ બૉલ્ટે એક-એક વિકેટ ઝડપી હતી. વરસાદના કારણે ટોસ મોડો થયો હતો. વેટ આઉટફિલ્ડના કારણે મેચ 49 ઓવરની રમાઈ રહી છે. અગાઉ ભારત સામેની ન્યૂઝીલેન્ડની મેચ રદ થઈ ગઈ હતી. ટૂર્નામેન્ટમાં પાંચ મેચોમાં સાત પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજા નબરે છે. ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. જ્યારે દક્ષિણ આફ્રિકા ત્રણ પોઈન્ટ સાથે આઠમાં સ્થાને છે. સતત ત્રણ હાર બાદ છેલ્લા મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામે જીત હાંસલ કરી હતી. વળી, બીજીબાજુ દક્ષિણ આફ્રિકા માત્ર ત્રણ પૉઇન્ટ સાથે આઠમા સ્થાને છે. સતત ત્રણ મેચ હાર્યા બાદ છેલ્લી મેચમાં તેને અફઘાનિસ્તાન વિરુદ્ધ એકતરફી જીત નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકાએ આફઘાનિસ્તાન વિરુદ્ધ સારુ પ્રદર્શન કર્યુ અને તેની સ્પિન વિરુદ્ધ કમજોરી જોવા ન હતી મળી. સાઉથ આફ્રિકન ટીમઃ હાશિમ અમલા, ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), એઇડન માર્કરમ, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), રુસી વેન ડેર ડૂસેન, ડેવિડ મિલર, એન્ડી ફેહલુકવાયો, ક્રિસ મૉરિસ, કગિસો રબાડા, લુંગી એનગીડી, ઇમરાન તાહિર. ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગપ્ટિલ, કૉલિન મુનરો, કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ થૉમસ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લૂક ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ.