આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ના 35મા મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટથી હાર આપી હતી. 204 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 37.2 ઓવરમાં 9 વિકેટથી શ્રીલંકા સામે જીત મેળવી હતી. ડિકોક 15 રન બનાવી આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી ડૂપ્લેસિસ અને અમલાએ શાનદાર ઈનિંગ રમતા 169 રનની પાર્ટનરશીપ કરી હતી. ડૂપ્લેસિસે 96 રન અને અમલાએ 80 રન બનાવ્યા હતા.


આ પહેલા સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું અને ટીમનો એક પણ બેટ્સમેન 30થી વધારે રન ન બનાવી શક્યો. શ્રીલંકાએ આફ્રિકાને જીત માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 203 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી મોરીશ અને પ્રિટોરિયશે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડકપમાં અંતિમ 4 ટીમોમાં રહેવા માટે શ્રીલંકાએ આ મેચમાં જીત મેળવવી જરૂરી હતી. આફ્રિકાએ ટીમમાં બે બદલાવ કર્યા હતા. જ્યારે શ્રીલંકાની ટીમે કોઈ બદલાવ વગર મેચ રમવા ઉતરી હતી.