લંડન:વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રનથી હરાવ્યું હતું. 335 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 247 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાના 334 રનના જવાબમાં શ્રીલંકાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે કરુણારત્ને અને પરેરાએ 115 રનની ભાગીદારી કરી હતી. જોકે, બાદમાં પરેરા 52 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ થિરિમાને 16, મેન્ડિસ 30, મેથ્યુઝ 9, રન બનાવ્યા હતા. કેપ્ટન કરુણારત્ને 97 રન બનાવી આઉટ થતાં સદી ચૂક્યો હતો. મૈથ્યુઝ, શ્રીવર્દના અને થિસારા પરેરા સસ્તામાં આઉટ થઇ ગયા હતા જેને કારણે શ્રીલંકા મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ચાર અને રિચર્ડસને ત્રણ વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ જીત માટે 335 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 334 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ફિન્ચે સદી ફટકારતા 153 રન બનાવ્યા હતા. સ્મિથે 76 રન અને મેક્સેવેલે 46 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઉધાના અને સિલ્વાએ 2-2 વિકેટ ઝડપી હતી.સ્મિથ અને ફિંચે ત્રીજી વિકેટ માટે 173 રનની ભાગીદારી કરી હતી.
આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્નએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.
શ્રીલંકાઈ ટીમની ટૂર્નામેન્ટમાં આ પાંચમી મેચ છે. આ પહેલા રમાયેલી ચાર મેચોમાં બે મેચ વરસાદના કારણે રદ થઈ હતી જ્યારે બાકીની બે મેચમાંથી એકમાં જીત મેળવી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની ચાર મેચમાંથી ત્રણમાં જીત નોંધાવી છે અને એક મેચમાં હાર મળી છે.આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન કરુણારતન્નએ પ્લેઈંગ ઇલેવનમાં એક ફેરફરા કર્યો છે. ટીમમાં સુરંગા લકમલની જગ્યાએ મિલિંદા શ્રીવર્દનાને સ્થાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ એક ફેરફાર કરતા નાથન કુલ્ટર નાઇલને બહાર બેસાડ્યો છે અને તેમની જગ્યાએ જેસન બેહરનડાર્ફને ટીમમાં સામેલ કર્યો છે.
World Cup 2019 : ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રને આપી હાર, ફિંચની સદી
abpasmita.in
Updated at:
15 Jun 2019 03:11 PM (IST)
શ્રીલંકાઈ ટીમની ટૂર્નામેન્ટમાં આ પાંચમી મેચ છે. આ પહેલા રમાયેલી ચાર મેચમાં બે મેચ વરસાદના કારણે રદ થઈ હતી જ્યારે બાકી બે મેચમાંથી એકમા જીત મેળવી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -