નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા ક્રિકેટના મહાકુંભ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના 15 સભ્યોમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.

ટીમમાં ટેસ્ટમાં નોંધપાત્ર દેખાવ કરનારા રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે વિજય શંકરને લોટરી લાગી છે. ટીમમાં બે વિકેટકિપર ધોની અને દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ઓપનર્સઃ રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ

મિડલ ઓર્ડરઃ વિરાટ કોહલી, કેદાર જાધવ

વિકેટકિપરઃ એમએસ ધોની, દિનેશ કાર્તિક

ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, વિજય શંકર

સ્પિન બોલરઃ યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા

ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે, માહી ઇજાગ્રસ્ત થાય તો તેના સ્થાને પંત કે કાર્તિક કોને મોકો આપવો તે પસંદ કરવું અઘરું હતું. કેટલીક મહત્વપૂર્ણ મેચોમાં વિકેટકિપિંગ પણ મહત્વનું હોય છે. તેથી અમે દિનેશ કાર્તિકની પસંદગી કરી છે.

વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 23 એપ્રિલ હતી, પરંતુ બીસીસીઆઈએ આઠ દિવસ પહેલા જ ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઇ સુધી રમાશે.

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ. વિજય શંકર, એમ એસ ધોની(વિકેટકિપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી