ઇંગ્લેન્ડમાં હાલમાં વરસાદી માહોલ છે અને અહીં વરસાદ લગભગ દરેક મેચમાં પોતાની અસર બતાવી રહ્યું છે. મંગળવારે પણ ટીમ ઇન્ડિયા પોતાનું પ્રેક્ટિસ સેશન પૂરું કરી શકી ન હતી અને વરસાદે ખેલાડીઓને મેદાનની બહાર જવા માટે મજબૂર કર્યા હતા. જોકે આજે પણ વરસાદ પડવાની સંભાવના નહિંવત છે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે પરંતુ તેની મેચ પર મોટી અસર ન પડવાની આશા છે.
પિચને લઈને જે અહેવાલ આવી રહ્યા છે તે અનુસાર રોજ બાઉલની વિકેટ ભારતીય બેટ્સમેનો પસંદ પડશે. આ પિચ ર બોલ ઝડપથી બેટ પર આવે છે. આવી પિચ શિખર ધવન, રોહિત શર્મા અને કેએલ રાહુલની બેટિંગને ખૂબ અનુકૂળ છે. આ ત્રણેય બેટ્સમેન બેટ પર બોલ આવવા દેવાનું પસંદ કરે છે. એવામાં અહીં બેટ્સમેન પાસે રન બનાવવાની ઘણી તક છે.