નવી દિલ્હીઃ વર્લ્ડ કપની 30 મેના રોજથી શરૂઆત થવા જઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓએ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વર્લ્ડ કપની. આ વખતે વર્લ્ડ કપને રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટમાં રમવામાં આવશે. એક વખત ફરીથી આ ફોર્મેન્ટને કારણે વર્લ્ડ કપની મજા બે ગણી થઈ જશે.




આ ફૉર્મેટ ઘણું જ મજેદાર છે કારણ કે આમાં ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી દરેક ટીમ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો એક-બીજા સામે ટકરાઇ રહી છે અને સૌને એક-બીજા સામે મેચ રમવાની છે. આ વખતે કુલ 45 લીગ મેચ રમાશે અને ત્યારબાદ પૉઇન્ટ ટેબલમાં જે 4 ટીમો ટૉપ પર હશે તે સેમીફાઇનલમાં પહોંચશે. સેમીફાઇનલમાં પહોંચનારી ટૉપ 4 ટીમોમાંથી પહેલા સ્થાનવાળી ટીમની મેચ નંબર 4 પર રહેલી ટીમ સાથે થશે અને નંબર 2 પર રહેલી ટીમ 3 નંબર પર રહેલી ટીમ સામે ટકરાશે.



આ વખતે દરેક ટીમ પાસે સેમીફાઇનલમાં પહોંચવાનો એક સરખી તક છે. 1975, 1979, 1983, 1987, 1992 અને 1996માં રાઉન્ડ રૉબિન એન્ડ નૉકઆઉટ ફૉર્મેટમાં વર્લ્ડ કપ રમાયો હતો. જ્યારે 1999 અને 2003માં ગ્રુપ એન્ડ સુપર સિક્સ ફૉર્મેટમાં વર્લ્ડ કપ રમાયો હતો. 2007, 2011 અને 2015નો વિશ્વ કપ ગ્રુપ સ્ટેજ એન્ડ નૉકઆઉટ ફૉર્મેટમાં રમાયો હતો.