નવી દિલ્હીઃ આજે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે 37 રન બનાવતા જ સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા દિગ્ગજ ખેલાડીને પાછડ છોડી દેશે. વિરાટ કોહલીએ અત્યાર સુધી વનડેમાં 11,087, ટેસ્ટમાં 6613 અને ટી20માં 2263 રન બનાવ્યા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન બનાવવાથી માત્ર 37 રન દૂર છે.
આજે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ તે પોતાની 416મી ઇનિંગ રમશે. જો આજે 37 રન બનાવતા જ તે સૌથી ઝડપી 20 હજાર રન બનાવનાર ખેલાડી બની જશે. સચિન (34,357) અને રાહુલ દ્રવિડ (24,208) બાદ આ કારનામું કરનારો તે ત્રીજો ભારતીય બની જશે. સચિન અને લારાએ આ કીર્તિમાન સંયુક્ત રીતે 453મી ઇનિંગમાં પાર કર્યો હતો.
વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારત હજુ સુધી એક મેચ મેચ હાર્યું નથી. ભારત હાલમાં 9 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. વિરાટ કોહલીએ 4 મેચોમાં 3 અડધી સદી સાથે 224 રન બનાવ્યા છે.