વર્લ્ડ કપ પહેલા ભારતના કોચ રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- કેપ્ટન કોહલી ત્રીજા નંબરે નહીં કરે બેટિંગ, જાણો વિગત
શાસ્ત્રીએ ક્રિકેટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ભારતના ટોચના ત્રણ બેટ્સમેનોમાં સારી વાત એ છે કે સ્થિતિને જોતાં તેમને ગમે તે ક્રમે બેટિંગમાં ઉતારી શકાય છે. બેટિંગમાં વધારે સંતુલન જાળવવા માટે અમે કોહલીને ચોથા ક્રમે ઉતારી શકીએ છીએ, જ્યારે ત્રીજા નંબર પર અન્ય કોઇ બેટ્સમેન રમી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંગ્લેન્ડમાં પરિસ્થિતિને સમજ્યા બાદ અમે આ અંગે વિચારીશું. વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં 18 રનમાં ત્રણ કે 16 રનમાં ચાર વિકેટ પડી જાય તેમ અમે નથી ઈચ્છતા. હું દ્વીપક્ષીય શ્રેણીમાં આની ચિંતા નથી કરતો પરંતુ વિશ્વકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં હું મારા સર્વશ્રેષ્ઠ બેટ્સમેનની વિકેટ કેમ જલદી ગુમાવી દઉં ?
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ 2019ને લઈ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં બોલરોને અનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખી કેપ્ટન કોહલીની વિકેટ બચાવી રાખવા તેને ચોથા નંબર પર રમવા મોકલવાનું વિચારી રહ્યા છીએ. ચોથા નંબર પર બેટિંગ કરીને કોહલી ટીમ ઈન્ડિયાને વધારે મજબૂતી આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -