નવી દિલ્હીઃ રમત ગમતની દુનિયામાં કેટલાય ખેલાડીઓ એવા છે જે વર્ષો સુધી પણ સન્યાસ નથી લઇ શકતા, કેમ કે તેમનો રમત પ્રત્યેનો પ્રેમ તેમને આમ કરવા નથી દેતો, પરંતુ કેટલાય ખેલાડીઓ એવા પણ છે જે બહુજ ઓછી કેરિયરમાં જ સન્સાસની જાહેરાત કરીને બધાને ચોંકાવી દે છે. તાજેતરમાં જ આવી ઘટના ઘટી છે. વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી એશ્લેએ માત્ર 25 વર્ષની ઉંમરમાં સન્યાસ લઇ લીધો છે. 


એશ્લે બાર્ટી ટેનિસમાં એક દમદાર ખેલાડી છે, અને તેના 25 વર્ષની ઉંમરમાં જ સન્યાસ લેવાની જાહેરાતથી બધા ચોંકી ગયા છે. ટેનિસ પર રાખવામાં આવેલા પોતાના લક્ષ્ય પુરા થવા, વિદેશ ટૂર પરનો થાક અને ઘર અને પરિવારને વધુને વધુ સમય આપવામા ઉદેશ્યથી તેને ટેનિસને અલવિદા કહી દીધુ છે. તેનો આ ફેંસલો આખા ટેનિસ જગતને ચોંકાવનારો છે. તાજેતરમાં જ તેને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યુ હતુ અને તે હાલમાં પોતાની રમતમાં ટૉપ પર છે.  


એશ્લે બાર્ટીએ પોતાની ટેનિસ કેરિયરમાં કુલ 15 ટાઇટલ પોતાના નામે કર્યો છે. આમાં ત્રણ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પણ સામેલ છે. તેને વર્ષ 2019માં ફ્રેન્ચ ઓપન, 2021માં ઓસ્ટ્રેલિયન ઓપન અને આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનુ ટાઇટલ જીત્યુ હતુ. તે કુલ 121 અઠવાડિયા સુધી ટેનિસ રેન્કિંગમાં ટૉપ પર રહી છે. 


એશ્લે બાર્ટીએ બુધવારે સોશ્યલ મીડિયા પર એક ઇમૉશનલ વીડિયો શેર કરતા ટેનિસને અલવિદા કહ્યું. વીડિયોમાં તે કહે છે -એશ્લે બાર્ટી એક એવી વ્યક્તિ છે, જેના કેટલાય બધા સપનાઓ છે, અને આ સપનાઓમાં પોતાના પરિવાર અને ઘરેથી દુર રહેતા દુનિયાભરની યાત્રા કરવી જરૂરી નથી. હું હંમેશા પોતાના ઘર-પરિવાર સાથે રહેવા ઇચ્છુ છુ. 






એશ્લે બાર્ટી કહે છે કે - મારો ટેનિસ પ્રત્યે પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય, તે મારી જિંદગીનો એક મોટો હિસ્સો રહ્યો છે, પરંતુ હવે મને લાગે છે કે મને પોતાની જિંદગીની બીજા ભાગને એક વ્યક્તિ તરીકે એન્જૉય કરવી જોઇએ, ના એક એથ્લેટ તરીકે. એશ્લે બાર્ટી આ પહેલા પણ ટેનિસમાંથી રિટાયમેન્ટનુ એલાન કરી ચૂકી છે.વર્ષ 2014 માં તે માત્ર 17 વર્ષની હતી, ત્યારથી તેને ટ્રાવેલિંગના કારણે ટેનિસને અલવિદા કહી દીધુ હતુ.