Summer skin care tips:બ્યુટીફુલ સ્કિનનો સૌથી મોટો દુશ્મન તાપ છે. હાલ ઉનાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. આ સ્થિતિમાં સ્કિન ડલ થઇ જાય છે અને સ્કિનની ચમક ગાયબ થઇ જાય છે.
જો તમે ફેસવોશ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખશો તો ગરમીમાં પણ તમારી ત્વચાની ચમક યથાવત રહેશે. આ ટિપ્સથી સ્કિન ટાઇટ રહેશે અને આપ યંગ દેખાશો. જાણો ઉનાળામાં ત્વચા સંભાળની આવી ટિપ્સ, જેમાં તમારે વધારાના પૈસા ખર્ચવા ન પડે.
માર્ચના શરૂઆતના અઠવાડિયામાં જ ગરમીએ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. ગરમીમાં ફેશ વોશ કરવાનું પ્રમાણ વધી જાય છે. કારણ કે કારણ કે પરસેવા અને પવનને કારણે ત્વચા પર એકઠી થતી ધૂળ ચહેરાની ચમકને ઝાંખી પાડે છે. આવી સ્થિતિમાં, દિવસમાં ઘણી વખત ચહેરો ધોવાની જરૂર પડે છે. પરંતુ આમ કરવાથી ચહેરાનું મોશ્ચર ગાયબ થઈ જાય છે અને ત્વચા ધીમે ધીમે તેની ચમક ગુમાવી શકે છે. તેનાથી બચવા માટે અહીં આપેલી ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.
સીધા નળના પાણીથી ફેસ વોશ ન કરો
ઉનાળાની ઋતુમાં ત્વરિત ઠંડક મેળવવા માટે આપણે બધા વારંવાર ચહેરાને ધોઈએ છીએ જેથી તાજગી જળવાઈ રહે અને પરસેવો પણ ત્વચા પર એકઠો ન થાય. પરંતુ ઉનાળાની ઋતુમાં છત પર રાખવામાં આવેલ ટાંકીનું પાણી ગરમ થઈ જાય છે. તેથી ઉનાળાની ઋતુમાં ચહેરો ધોતી વખતે નળના પાણીથી સીધો ચહેરો ન ધોવો, પરંતુ એક મગમાં પાણી લો અને ફ્રીજમાંથી બોટલમાં રાખેલું પાણી તેમાં ઉમેરો બાદ આ પાણીથી ચહેરાને વોશ કરો. આમ કરવાથી ચહેરા પરથી માત્ર ગંદકી જ દૂર થશે સ્કિનનો મોશ્ચર યથાવત રહેશે, મિક્સ પાણીથી ચહેરો ધોવાથી ઠંડક પણ મળશે અને ત્વચા ટાઈટ રહેશે.
મોશ્ચરાઇઝર સાથે જોડાયેલી ભૂલ
ઉનાળાની ઋતુમાં મોઈશ્ચરાઈઝરને બિનજરૂરી ગણવામાં આવે છે અને તેને ત્વચાની સંભાળની વસ્તુમાંથી બાદબાકી કરવામાં આવે છે. કારણ કે ઉનાળામાં ખૂબ પરસેવો થાય છે અને મોઈશ્ચરાઈઝર તેલયુક્ત હોવાથી તે ગરમીમાં કમ્ફર્ટ નથી લાગતું, જો કે મોઇશ્ચરરાઇઝર ન લગાવવું ભૂલભરેલું છે.
ઉનાળામાં પણ તમારી ત્વચાને સંપૂર્ણ પોષણની જરૂર હોય છે. જો તમે આમ ન કરો તો પ્રદૂષણ, તણાવ અને ઉંમરની અસર ત્વચા પર વર્ચસ્વ જમાવવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે ફેસવોશ કર્યા બાદ આઈસ ક્યુબથી ચહેરા અને ગરદન પર 3 થી 4 મિનિટ સુધી મસાજ કરો. આ ત્વચાને ઠંડુ આપશે અને ટાઇટ પણ બનાવશે. આ આઈસ મસાજ પછી તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. જેથી સ્કિન પર ચિકાશની સમસ્યા નહી રહે.
ઉનાળામાં રાત્રે સૂતા પહેલા
ઉનાળાની ઋતુમાં રાત્રે સૂતા પહેલા સ્નાન અવશ્ય કરો અને નહાવા માટે શાવરને બદલે ડોલનો ઉપયોગ કરો. ટાંકીનુ પાણી ઉનાળામાં ગરમ હોય છે તો તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરીને તાં ત્રણ ચમચી ગુલાબજળ અને અડધુ લીંબુ નિચોવી લો. આ પાણીથી નહાવાથી આપ ઠંડકની સાથે તાજગી પણ મળશે. તેમજ ત્વચા સંપૂર્ણપણે તણાવમુક્ત બની જશે. સ્નાન કર્યા પછી ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલશો.