Ars Technicaના એક રિપોર્ટ અનુસાર, આ બગ વેબસાઇટ્સ મારફતે કોમ્પ્યૂટર સુધી પહોંચીને સ્ક્રીનને ફ્રીઝ કરી રહ્યો છે. સ્કૈમર્સ આ બગ મારફતે સ્ક્રીન પર એક મેસેજ બતાવીને બ્રાઉઝરને લોક કરી દે છે. આ નકલી મેસેજમાં યુઝર્સને ચેતવણી આપવામાં આવે છે કે તેનું ડિવાઇસ પાઇરેટેડ વર્ઝન પર કામ કરી રહ્યું છે. ઓરિજનલ વર્ઝન માટે યુઝર્સને એક નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે. એવું ન કરવા પર ડિવાઇસને રિમોટલી ડિસેબલ કરવાની વાત કરવામાં આવે છે.
આ મેસેજમાં કહેવામાં આવે છે કે મહેરબાની કરીને પીસીને બંધ ના કરો. તમારા કોમ્પ્યૂટરનું રજિસ્ટ્રી લોક થઇ ગયું છે. અમે તમારું કોમ્પ્યૂટર કેમ બ્લોક કર્યું છે. તમારી વિન્ડોઝ રજિસ્ટ્રી ગેરકાયદેસર છે. આ વિન્ડોઝ ડેસ્કટોપ પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યું છે. અમે તમારી સુરક્ષા માટે ઓ કોમ્પ્યૂટરને બ્લોક કરી રહ્યા છીએ.. આ વિન્ડોઝ ડેસ્કટોપ ઇન્ટરનેટ પર વાયરલ મોકલી રહ્યું છે. તમારા કોમ્પ્યૂટરને બ્લોક થવાથી બચાવવા માટે અમને પાંચ મિનિટની અંદર કોલ કરોય આ મેસેજ બાદ યુઝર્સને સ્ક્રીન પર એક નંબર આપવામાં આવે છે. જેના પર તેમને કોલ કરવાનું કહેવામાં આવે છે. Mozillaને આ બગ અંગેની જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, તે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.