IND vs NZ WTC Final Live : કૉન્વેની અડધી સદી, મજબૂત સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ

સાઉથેમ્પ્ટનના મેદાનમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની પહેલી ફાઇનલ ટેસ્ટ રમાઇ રહી છે, બે વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પ્રવેશી છે, બન્ને વચ્ચે ચેમ્પિયન બનવા માટેનો બેસ્ટ મોકો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Jun 2021 10:51 PM
ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં

કૉન્વેની અડધી સદી થઈ છે. ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 48 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 101 રન છે.

અશ્વિને ભારતને પ્રથમ સફળતા અપાવી


71 રનના સ્કોર પર અંતે ભારતને પ્રથમ સફળતા મળી છે. અશ્વિને ભારતને પ્રથમ સફળતા અપાવી છે. ટોમ લોથમ 104 બોલમાં 30 રન બનાવી કેચ આઉટ થયો છે. કેપ્ટન કેન વિલિયમસન બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો છે.

13 ઓવર બાદ કીવી ટીમનો સ્કોર 21 રન

સામાન્ય વરસાદ બાદ મેચ બીજી વખત શરુ થઈ છે. વરસાદ ધીમો હતો, એટલે રમત વધારે સમય ન રોકાઈ. ટોમ લાથમ અને ડ્વેન કૉન્વેએ ન્યૂઝિલેન્ડને સારી શરુઆત અપાવી છે. 13 ઓવર બાદ કીવી ટીમનો સ્કોર 21 રન છે. 

ટીમ ઈન્ડિયા 217 રનમાં ઓલઆઉટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડના ટોમ લેથમ અને ડેવોન કૉનવે બેટિંગ કરી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડના નામે રહ્યું પહેલુ સેશન

ત્રીજા દિવસનુ પહેલુ સેશન ન્યૂઝીલેન્ડના નામે રહ્યું. આ સેશનમાં કુલ 24.2 ઓવરની રમત રમાઇ, જેમાં ભારતે 65 રન બનાવ્યા અને ચાર વિકેટ ગુમાવી દીધી. ન્યૂઝીલેન્ડ માટે આજે કાઇલ જેમિસને બે અને ટિમ સાઉથીએ અને નીલ વેગનરે એક-એક વિકેટ લીધી. લંચના સમયે ઇશાન્ત 2 રન અને જાડેજા 15 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતનો સ્કૉર 7 વિકેટ પર 211 રન છે. 

જાડેજા-ઇશાંત ક્રિઝ પર

88 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 7 વિકેટ ગુમાવીને 290 રન પર પહોંચ્યો છે. રવિન્દ્ર જાડેજા 13 (40) રન અને ઇશાંત શર્મા 2 (6) રન બનાવીને ક્રિઝ પર છે. 

આર.અશ્વિન આઉટ

ભારતનો રવિચંદ્રન અશ્વિનના રૂપમાં સાતમો ઝટકો લાગ્યો છે. આક્રમક રમત રમી રહેલા અશ્વિનને ટિમ સાઉથીએ 22 (27) રનના અંગત સ્કૉર પર ટૉપ લાથમના હાથમાં ઝીલાવી દીધો. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 200 રનને પાર.

ભારતની ઇનિંગ લથડી

80 ઓવરના અંતે ભારતીય ટીમને સ્કૉર 182/6 પર છે, રવિન્દ્ર જાડેજા 10 (23) રન અને રવિચંદ્રન અશ્વિન  0 (2) રન બનાવીને ક્રિઝ પર છે.

અંજિક્યે રહાણે આઉટ

ભારતની મોટો ફટકો પડ્યો છે, સારા ટચમાં દેખાઇ રહેલા ઉપ કેપ્ટન અંજિક્યે રહાણે આઉટ થઇ ગયો છે. રહાણેને નીલ વેગનરે 49 (116) રનના અંગત સ્કૉર પર લાથમના હાથમાં ઝીલાવી દીધો. વેગનરની આ બીજી મોટી વિકેટ છે.

ટીમ ઈન્ડિયાના 150 રન

ભારતનો સ્કોર 71 ઓવરના અંતે 150 રન છે. રહાણે 3ર રને રમતમાં છે. પંત 13 બોલનો સામનો કરી ચુક્યો છે અને હજુ ખાતું ખોલાવી શક્યો નથી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી 44 રન બનાવી આઉટ થયો હતો.

ભારતને મોટો ફટકો

ટીમ ઈન્ડિયાનો મોટો ફટકો લાગ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી 44 રન બનાવી આઉટ થયો હતો. હાલ ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 149 રન છે.

ભારતની સારી શરૂઆત 

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને સાઉથેમ્પ્ટનના મેદાનમાં પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમ સારી શરૂઆત કરતા ત્રણ દિવસના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 146 રન બનાવી લીધા હતા. ભારત તરફથી રોહિત શર્મા 34 રન, શુભમન ગીલ 28 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી 44 રન અને અજિંક્યે રહાણે 29 રન બનાવીને અંત સુધી રહ્યાં હતા. જોકે ભારત માટે મિસ્ટર વિશ્વાસનીય ખેલાડી ગણાતો ચેતેશ્વર પુજારા ફાઇનલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો.  

રિઝર્વ ડેમાં જશે મેચ

આઈસીસીએએ જોકે સાઉથેમ્પ્ટનના હવામાનને જોતા પહેલા જ રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો હતો. પહેલા દિવસે જે રમત બર્બાદ થઈ તેની ભરપાઈ આગામી ચાર દિવસમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો ચાર દિવસમાં પણ કોઈ પરિણામ નહીં આવે તો તેને રિઝર્વ ડેના દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.


આઈસીસીએ જાણકારી આપી છે કે આગામી ચાર દિવસમાં દરરોજ 90ની જગ્યાએ 98 ઓવરની રમત રમાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. પછી જે ઓવર વધશે તેના માટે રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડેના દિવસે પણ જો કોઈ પરિણામ ન આવે તો પછી મેચ ડ્રો જાહેર કરવામાં આવશે. ડ્રોની સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની સંયુક્ત વિજેતા ટીમ બની જશે.


 


 

આજે હવામાન ચોખ્ખુ રહેશે

પહેલા બે દિવસની રમત વરસાદ અને ઓછા પ્રકાશના કારણે અટકાવવી પડી હતી. હવે આજે ત્રીજો દિવસ છે, અને ફેન્સ સાઉથેમ્પ્ટનમાં વરસાદ વિઘ્ન ના બને અને મેચ આખો દિવસ રમાય તેવી આશા રાખી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે જાણકારી આપી છે કે આજે સાઉથેમ્પ્ટનમાં આખો દિવસ હવામાન બિલકુલ સાફ રહેશે, અને વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. 

ભારતની ટીમ આ પ્રકારે છે

રોહિત શર્મા, શુબ્મન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન),  રિષભ પંત (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રી બુમરાહ,  ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.  અશ્વિન અને જાડેજા માત્ર સ્પિનર્સ નથી. તેઓ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભા પુરવાર કરી ચૂક્યા છે. બંનેની હાજરીને કારણે ભારતની બેટીંગ લાઈનઅપ મજબુત બની છે.

ઓછા પ્રકાશના કારણે ગઇકાલની રમત અટકી હતી

સાઉથેમ્પ્ટનમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે પ્રકાશની કમી દેખાઇ હતી. ખરાબ રોશીના કારણે બીજા દિવસની મેચ 64.4 ઓવર થઈ શકી. ભારતે 3 વિકેટના નુકસાન પર 146 રન બનાવી લીધા છે. કોહલી 44 અને રહાણે 29 રન બનાવી નોટઆઉટ રહ્યાં હતા.

બન્ને ટીમોને ચેમ્પિયન બનવાનો મોકો

સાઉથેમ્પ્ટનના મેદાનમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની પહેલી ફાઇનલ ટેસ્ટ રમાઇ રહી છે, બે વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પ્રવેશી છે, બન્ને વચ્ચે ચેમ્પિયન બનવા માટેનો બેસ્ટ મોકો છે

બ્રેકગ્રાઉન્ડ

સાઉથેમ્પ્ટનના મેદાનમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની પહેલી ફાઇનલ ટેસ્ટ રમાઇ રહી છે, બે વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પ્રવેશી છે, બન્ને વચ્ચે ચેમ્પિયન બનવા માટેનો બેસ્ટ મોકો છે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.