નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ 2019ને લઈ નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી. 2015ના વર્લ્ડકપની વિજેતા ઓસ્ટ્રેલિયા નવી જર્સી હાલની જર્સીના તુલનામાં ઘણી બદલાઇ ગઇ છે. પીળા કલરની જર્સીમાં હવે લીલો રંગ પણ ઉમેરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો ફોટો નવી જર્સી સાથે જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડકપને લઇ ટીમની જાહેરાત પણ થોડા જ દિવસોમાં કરવામાં આવશે.


ઓસ્ટ્રેલિયાની નવી જર્સીને ASICS બ્રાંડે બનાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશા નવા પ્રકારની જર્સી પહેરવા માટે જાણીતી છે. ઓસ્ટ્રેલિયા પહેલા ભારતે પણ વર્લ્ડ કપને લઇ નવી જર્સી લોન્ચ કરી હતી.


ઓસ્ટ્રેલિયા હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, આ ઉપરાંત તેઓ 1987, 1999, 2003, 2007 એમ કુલ 5 વખત વર્લ્ડકપ વિજેતા રહી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં વન ડે શ્રેણીમાં પાકિસ્તાનને 5-0થી અને ભારતને ઘર આંગણે 3-2થી હાર આપી હતી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં 1 જૂને અફઘાનિસ્તાન સામેની મેચથી અભિયાનનો પ્રારંભ કરશે.

સુપ્રીમ કોર્ટનો PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ઇન્કાર, જાણો શું કહ્યું

'સરકાર ભાજપની ને ગાળો રાહુલ ગાંધીને દેવાની', જુઓ વીડિયો