પાકિસ્તાન સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર-ફિંચની ઓપનિંગ જોડીએ 22.1 ઓવરમાં 146 રનની પાર્ટનરશિપ કરી હતી. વોર્નરે 107 રન બનાવ્યા હતા. ફિંચે 82 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાયના તમામ બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 10 ઓવરમાં 2 મેડન નાંખી 30 રનમાં 5 વિકેટ ઝડપી હતી.
ધાર્યા મુજબ સ્કોર ન ખડકી શક્યું ઓસ્ટ્રેલિયા
વોર્નર-ફિંચની જોડીએ 22.1 ઓવરમાં 146 રનની ભાગીદારી કર્યા બાદ ઓસ્ટ્રેલિયા 380 આસપાસનો સ્કોર ખડકશે તેમ લગાતું હતું પરંતુ તેમ થયું નહોતું. વોર્નર-ફિંચ સિવાયના તમામ બેટ્સમેનો પાકિસ્તાની બોલરનો સામનો કરી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયાએ 161 રનમાં જ 10 વિકેટ ગુમાવી હતી.
- 23મી ઓવરમાં ફિંચ 82 બનાવી આમીરનો શિકાર બનતાં પાકિસ્તાનને પ્રથમ સફળતા મળી.
- 28.4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને લાગ્યો બીજો ફટકો, સ્મિથ 10 બનાવી હફિઝનો શિકાર બન્યો
- 33.4 ઓવરમાં મેક્સવેલ આઉટ થયો, પાકિસ્તાનને મળી ત્રીજી સફળતા
- 37.5 ઓવરમાં વોર્નર 107 રન બનાવી ચોથી વિકેટના રૂપમાં આઉટ થયો
- 42.1 ઓવરે ઉસ્માન ખ્વાજા 18 રન બનાવી થયો આઉટ, ઓસ્ટ્રેલિયાને લાગ્યો પાંચમો ફટકો
- શાહિન આફ્રિદીએ સતત ચોથી મેચમાં 70 કે તેથી વધારે રન આપવાનો રેકોર્ડ બનાવ્યો
- 44.3 ઓવરના અંતે શોન માર્શ 23 રન બનાવી આમિરનો શિકાર બન્યો
- 46.2 ઓવરમાં કુલટર નાઇલ આઉટ થતાં પાકિસ્તાનને મળી સાતમી સફળતા
- 47.3 ઓવરમાં પેટ કમિન્સ 2 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો
- 48.3 ઓવરમાં કેન રિચર્ડસનને આમિરે એલબીડબલ્યુ આઉટ કરી પાકિસ્તાનને નવમી સફળતા અપાવી
- 48.6 ઓવરે ઓસ્ટ્રેલિયાએ અંતિમ વિકેટ ગુમાવી, આમિરે 5 વિકેટ લીધી