વર્લ્ડકપઃ ઈજાથી બહાર થયેલા શિખર ધવન માટે ગૌતમ ગંભીરે શેર કર્યો ઈમોશનલ મેસેજ, પંતને લઈ કહી મોટી વાત
abpasmita.in | 20 Jun 2019 12:40 PM (IST)
ગંભીરે ટ્વિટર પર લખ્યું, “શિખર ધવન વર્લ્ડકપમાં આગામી મેચોમાં રમી નહીં શકે તે જાણીને નિરાશ છું. મારી સંવેદના તેની સાથે છે. ભાઈ, ચિંતા કરતો નહીં દુનિયા અહીં જ ખતમ થઈ જતી નથી. રિષભ પંત માટે શુભકામના અને હું લોકોને અપીલ કરું છું કે પંત પર કોઇ બિનજરૂરી દબાણ ન બનાવતા.”
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને બુધવારે મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારતી વખતે અંગૂઠામાં થયેલી ઈજામાંથી તે મુક્ત ન થઈ શકતા તેને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધવનના સ્થાને રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે ધવન અને પંતને ખાસ મેસેજ આપ્યો છે. ગંભીરે ટ્વિટર પર લખ્યું, “શિખર ધવન વર્લ્ડકપમાં આગામી મેચોમાં રમી નહીં શકે તે જાણીને નિરાશ છું. મારી સંવેદના તેની સાથે છે. ભાઈ, ચિંતા કરતો નહીં દુનિયા અહીં જ ખતમ થઈ જતી નથી. રિષભ પંત માટે શુભકામના અને હું લોકોને અપીલ કરું છું કે પંત પર કોઇ બિનજરૂરી દબાણ ન બનાવતા.” પાકિસ્તાન સામેની મેચમાં શિખર ધવનના સ્થાને વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વિજયે 15 બોલમાં 15 રન કરવા સહિત બે વિકેટ પણ લીધી હતી. ટીમ ઈન્ડિયામાં પાંચમા વિકેટકિપર બેટ્સમેનની થઈ એન્ટ્રી, પણ તૂટી ગઈ આ સુપરહિટ જોડી ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો, વર્લ્ડકપ બાદ ટીમનો સાથ છોડશે આ ‘જાદુગર’, જાણો વિગત પીજી હૉસ્ટેલમાં રાત્રીના સમયે કઇ રીતે ઘૂસ્યો હતો આરોપી, CCTVમાં કેદ થયા દ્રશ્યો, જુઓ વીડિયો