વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 64 રનથી આપી હાર, બેહરેનડોર્ફની 5 વિકેટ
abpasmita.in | 25 Jun 2019 03:39 PM (IST)
વર્લ્ડકપ 2019માં આજે 32મો મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો. જેમાં ઈંગ્લેન્ડની 64 રનથી હાર થઈ હી
લંડનઃ વર્લ્ડકપ 2019માં આજે 32મો મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રમાયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 286 રનના લક્ષ્યાંક સામે ઈંગ્લેન્ડ 44.4 ઓવરમાં 221 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાને 64 રનથી વિજય થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 89 રન બનાવ્યા હતા. આ સિવાયના કોઈ બેટ્સમેનો લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફ 44 રનમાં 5 અને મિશેલ સ્ટાર્કે 43 રનમાં 4 વિકેટ લીધી હતી. જીત સાથે જ ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે અને સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ પહેલાં મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 285 રન બનાવ્યા હતા. કેપ્ટન ફિંચે 100 રન બનાવ્યા હતા. તેણે આ વર્લ્ડકપમાં બીજી સદી ફટકારી હતી. વોર્નર-ફિંચની જોડીએ પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 2 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર, માર્ક વુડ, બેન સ્ટોક્સ, મોઈન અલીને 1-1 વિકેટ મળી હતી. સારી શરૂઆતનો ફાયદો ન ઉઠાવી શક્યું ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવ્યા બાદ ટીમના મિડલ ઓર્ડરના બેટ્સમેનો સારો દેખાવ કરી શક્યા નહોતા. ઈંગ્લેન્ડના બોલરોએ રન કરવાની તક ન આપતાં નિયમિત અંતરે વિકેટ ગુમાવતાં ઓસ્ટ્રેલિયા 300 રન સુધી પણ પહોંચી શક્યું નહોતું. ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ(કેપ્ટન) , ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી(વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જેસન બેહરેનડોર્ફ ઇંગ્લેન્ડ: જોની બેરસ્ટો, જેમ્સ વિન્સ, જો રૂટ, ઓઇન મોર્ગન(કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર(વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, માર્ક વુડ અને આદિલ રાશિદ