આ પહેલા મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 321 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સાઈ હોપે સર્વાધિક 96 રન બનાવ્યા હતા. લુઈસે 70 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી મુસ્તુફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદીને 3-3 વિકેટ ઝડપી હતી.
હેટમાયર-હોલ્ડરની આક્રમક ઈનિંગ
હેટમાયરે 26 બોલમાં 50 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તે વેસ્ટ ઈન્ડિઝ તરફથી વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો ચોથો ખેલાડી બન્યો હતો. કેપ્ટન જેસન હોલ્ડરે પણ 15 બોલમાં 33 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
ગેઈલ-રસેલ ખાતું પણ ન ખોલાવી શક્યા
વેસ્ટ ઈન્ડિઝનો આક્રમક ઓપનર ક્રિસ ગેઈલ 13 બોલ રમ્યો હોવા છતાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે આઈપીએલમાં બેટિંગ દ્વારા મન મોહી લેનારો આંદ્રે રસેલ પણ શૂન્ય રને આઉટ થયો હતો.