વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કયો એક્ટર મેદાન પર જ કોહલીને ભેટી પડ્યો ને સુનીલ ગાવસ્કર સાથે કર્યો ડાન્સ, જાણો વિગત
abpasmita.in | 17 Jun 2019 04:21 PM (IST)
આ મેચ જોવા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, રણવીર સિંહ, પૂજાબેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પણ હાજર રહ્યા હતા.
માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ના મેગા મુકાબલામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને ડકવર્થ લુઈસથી 89 રને હાર આપી હતી. વર્લ્ડકપમાં સતત સાતમી વખત પાકિસ્તાન ભારત સામે હાર્યું હતું. આ મેચ જોવા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, રણવીર સિંહ, પૂજાબેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પણ હાજર રહ્યા હતા. સાઉથની સુપર સ્ટાર લક્ષ્મી માંચુ અને રકુલ પ્રીતે પણ માનચેસ્ટરમાં મેચની મોજ માણી હતી. આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનના નીતા અંબાણી, સચિન તેંડુલકરની પત્ની અંજલિ અને પુત્રી સારા, કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર પણ ભારત-પાકિસ્તાન મુકાબલો નીહાળવા આવ્યા હતા. ભારતે મેચ જીત્યા બાદ રણવીર સિંહ મેદાન પર જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. ઉપરાંત તેણે 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે ડાન્સ કર્યો હતો. રણવીર સિંહ હાલ 1983ના વર્લ્ડકપ વિજય પર બની રહેલી ફિલ્મ 83નું ઈંગ્લેન્ડમાં શૂટિંગ કરી રહ્યો છે.